સત્ય સાદગી સેવા અને સમર્પણની મુર્તી મણીબેન પટેલ
સરદાર સાહેબની સફળતા પાછળ અનેક નામી અનામી કાર્યકરોનો ફાળો રહેલો છે જેમાં મુખ્ય સરદાર સાહેબના પુત્રી મણીબેન પટેલ ગણી શકાય.જેવી રીતે બાપુના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા તેજ રીતે સરદાર સાહેબના અંગત સચિવ એમના પુત્રી મણીબેન હતા
મણીબેનને તમે જુવો તો એકદમ દુબલા પાતળા હતા કાયમ ખાદીની સાડી પહેરતા હતા આખી બાંયનું બ્લાઉઝ એમનો કાયમી પહેરવેશ હતા તમે જાવ તો મણીબેન કા કઈ લખતા હોય કે રેટીઓ કાંતતા હોય.
આજે જ્યારે સતાપક્ષના પુત્ર પાસેથી 6 કરોડની રોકડ રકમ પકડાઈ છે તે વખતે સાદગી સેવા સમર્પણ દેશદાઝ પિતૃપ્રેમ માટે આજીવન અપરિણીત રહેનારા મણીબેન કેમ ભુલાય?
સંસદમાં સરદાર સાહેબ જે બોલે એની નોંધ રાખતા હતા સરદાર સાહેબનો પત્રવ્યવહાર હાથમાં આવે એ રીતે રાખતા હતા સરદાર સાહેબને મળવા આવનાર રાજા મહારાજાઓ રાજદૂતો બીજા નાના મોટા મહેમાનોની બરાબર આગતા સ્વાગતા કરતા હતા સરદાર સાહેબને મળવા આવનાર વ્યક્તિ એમની સાથે થયેલી વાતચીતની નોંધ તારીખ વાર સમય સાથે રાખતા હતા મણીબેન રોજ રાતે સુતા પહેલા ડાયરી લખતા હતા સવારે સરદાર સાહેબ જાગે એ પહેલાં ઊઠી પોતાનું બધું કામ પતાવી સેવા માટે હાજર થઈ જતા હતા સરદાર સાહેબના પુત્રી તો ખરા જ પણ સરદાર સાહેબના પી.એ .મંત્રી સચિવ ધોબી બોડીગાર્ડ બધી જ ફરજો મણીબેન નિભાવતા હતા
મણીબેન અને ડાહ્યાભાઈને મુકી માતા ઝવેરબેન અવસાન પામતા સરદાર સાહેબે મણીબેન અને ડાહ્યાભાઈને માટે બીજા લગ્ન ના કર્યા પિતાની છત્રછાયામાં ઉછરેલા મણીબેન પિતાની સેવા અને દેશપ્રેમ માટે આજીવન અપરણિત રહ્યા હતા
ગુજરાત વિદ્યાપીઠના સનાતક એવા મણીબેન તે વખતની મુંબઈ રાજ્યની તમાંમ જેલોમાં જઇ આવ્યા હતા જેમાં સાબરમતી યરવડા થાણા આર્થર રોડની જેલો સામેલ છે
મણીબેન ખેડા બોરસદ બારડોલી સત્યાગ્રહમાં રાતદિવસ સતત કામ કર્યું 1930 માં દારૂના અડ્ડા પર પીકેટિંગ પણ કર્યું ગાંધીબાપુની હાકલ પર વિદેશી વસ્ત્રોની હોળી કરવામાં પણ સક્રિય આગેવાની લીધી .ગાંધીબાપુ એક પત્રમાં લખે છે કે તારી આ કાર્યશક્તિ અને દેશપ્રેમ જોઈ મને ખરેખર ખુબ નવાઈ લાગી.
દેશ આઝાદ થયો .સરદાર સાહેબ દેશના નાયબ વડાપ્રધાન બન્યા સરદાર સાહેબના બંગલામા એક બગીચો હતો.એક દિવસ મણીબેનએ જોયું કે બગીચામાં અજવાળા માટે બધી લાઈટો ચાલુ હતી.મણીબેને તરત જ માળીને બોલાવી સૂચના આપી કે આજથી રાતે બગીચામાં એક જ લાઇટ ચાલુ રાખવાની છે જે મુલાકાતીઓને બગીચો જોવો હોય તો દિવસે આવી શકે છે.
આવા હતા દેશ માટે પિતા માટે આખું જીવન સમર્પિત કરનારા મણીબેન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ આવા અડગ અનોખા અલગારી અનન્ય મહિલાઓને કોટી કોટી વંદન
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information