અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણા સંયુક્ત કુટુંબો તૂટતાં બચાવી લેવાની ખાસ જરૂર છે

આપણા સંયુક્ત કુટુંબો તૂટતાં બચાવી લેવાની ખાસ જરૂર છે

પહેલા સંયુક્ત કુટુંબો પરિવાર હતા એટલે બાળકો દાદા દાદી કાકા કાકી સહિતના પરિવારમાં સચવાઈ જતા હતા બાળકોને સારા સંસ્કાર શિસ્ત સમયપાલન ધાર્મિક વાતાવરણ મળી રહેતું હતું .
દાદાદાદી પાસે પૌત્ર પૌત્રી માટે વાર્તાઓનો વાતોનો અદભુત ખજાનો હોય છે દાદાદાદી પાસેથી વાર્તાઓ રમુજી ટુચકાઓ જોક્સ કવિતા નવલિકા બાળકોને સાંભળવા મળતા હતા બાળકોનું ભણતર સાથે ચણતર અને ઘડતર પણ બહુ સારી રીતે થતું હતું બાળકો વડીલોને આદર માન સન્માન આપતા હતા 
માતાપિતાને કોઈ જગ્યા પર બહાર જવું હોય તો ઘરની બાળકોની કોઈ ચિંતા ફિકર કરવાની રહેતી નહોતી.ઘર અને બાળકો બન્ને સચવાઈ જતા હતા કોઈ મુસીબતો તકલીફોમાં આખા પરીવારની મદદ હૂંફ રહેતી હતી આખો પરિવાર એક થઇ જતો હતો .બાળકોને ઝટ બગડવાનો મોકો મળતો નથી બાળકોને નિરંતર સતત અવરિત મમતા પ્યાર લાગણી હેત 24/7 મળી રહેતા હતા 
સંયુક્ત કુટુંબોને કારણે સંબધો બરાબર સચવાઇ જતા હતા વ્યવસ્થા અને વ્યવહાર બરાબર સચવાઈ જતા હતા 
ઘરના નાના મોટા કામમાં દાદા દાદી કાકા કાકીની મદદ મળી રહેતી હતી અરે પાડોશીઓ સુધ્ધા મદદ કરવા હોંશે હોંશે આવી જતા હતા 
ઘરના બધા કામકાજમાં દાદા દાદી કાકા કાકી ખડેપગે હાજર રહી કામ કરતા હતા સાફ સફાઈ વાસણ રસોઈ સ્વાદિષ્ટ શુદ્ધ અને પૌષ્ટિક બનતી હતી .સંબધોમાં એક જાતની આત્મીયતા અપનાપન ભીનાશ લાગણી હતી 
ઘરમાં જ દેશી ઘરઘંટી પર તાજો લોટ દળવામાં આવતો હતો મરચા મસાલા અથાણા પાપડ સેવ મીઠાઈઓ નાનખટાઈ ઘરમાં જ બનતી હતી એક જાતની બરકત રહેતી હતી.
વહેલા સુઈ વહેલા ઉઠવાનો રિવાજ હતો જેથી તબિયત સારી રહેતી હતી તંદુરસ્તી સારી રહેતી હતી બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ.સી.ડી .ટી .નો શિકાર ભાગ્યે જ બનતા હતા સાદો તાવ આવતો હતો એના મનથી બે દિવસમાં દવા વગર ઉતરી પણ જતો હતો.
ઘરમાં જ જમવાનું ચલણ હતું બહાર લારી કે હોટલ પર જવાનો કોઈ વિચાર પણ કરતું નહીં.પુરુષો બહાર છુપાઈને ચાહ પાણી નાસ્તો કરતા હતા ડરતા હતા કોઈ ઓળખીતું જોઈ ના જાય.હવે લારી હોટલનું ખાઈ ખાઈને માંદા પડી રહ્યા છે રોગોના શિકાર બની રહ્યા છે 
પહેલા શેરડીનો રસ લિબુ શરબત છાશ દહીં ઘી માખણ ઘરમાં જ બનતું હતું.મોડે સુધી રખડવું ભટકવું ઓછું રહેતું હતું સવારથી સાંજ સુધી મહેનત કરતા હતા રાતે નિરાંતે સુઈ જતા હતા હવે આપની રહેણીકરણી ખાનપાનથી જરા વારમાં થાકી જઈએ છીએ 
પહેલા દીકરીઓના વાળ કોઈ કપાવતું નહીં પગથી માથા સુધીના લાંબા વાળ શોભા વધારતા હતા હવે લાંબા વાળ કોણ માથું ઓઢે ? હવે બોયકટ વાળ થઈ ગયા છે 
પહેલા કપડાં સુઘડ અને વ્યવસ્થિત હતા સાદા અને સ્વચ્છ હતા હવે બરમુંડા પ્લાજો આવી ગયા છે 
પહેલા વડીલોને કારણે ઘરમાં સમયસર પૂજા પાઠ થતા હતા કથા હોમ હવન યજ્ઞ થતા હતા ધાર્મિક સંસ્કારો મળતા હતા હવે ધીમે ધીમે બધું દૂર જઈ રહ્યું છે.
આપણા કેટલા ઘરોમાં હજુ પાણીના માટલા છે? હવે માટલાંનું શીતળ પાણી અને ગ્લાસ ગાયબ છે ડાયરેકટ ફ્રીજમાંથી પ્લાસ્ટિકની બોટલ પીવાઇ રહી છે 
આપણે આધુનિક બનવા આપણા સુખ ચેન શાંતિને ખોઈ નાખી છે પરિવાર સાથે આપણા મન પણ ટુંકા થઈ ગયા છે
હજુ પણ આપણે બધા મળી સંયુક્ત કુટુંબો બચાવી શકીએ છીએ .

અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો