જસદણના બગીચો ભૂત રડે એવો ભેંકાર: નવીનીકરણ કરવા હરિ હીરપરાની માંગ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં એક પણ ફરવા માટેનું સ્થળ નથી પાશેરાની પૂણી જેમ એક માત્ર કમળાપુર રોડ પર એક માત્ર ટૂંકી સાઈઝમાં ગોળાઈ વાળો વર્ષો જુનો બગીચો છે
પણ નગરપાલિકા હસ્તકના આ બગીચો હાલ ભૂત પણ રડી પડે એવો ભેંકાર ભાસે છે
બાળકોને રમવાનાં સાધનો તો ઠીક પણ નિરાંતે બેસી શકાય એવી સગવડ પણ નથી
ભૂતકાળમાં લાખો રૂપિયાનું પાણી આ બગીચામાં થયું છે પણ અત્યારે આ બગીચામાં નશેડીઓનો કબજો છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર આ બગીચાને સુધારે એવી માંગ સામાજીક યુવા કાર્યકર હરિભાઈ હીરપરા ઉઠાવી છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ