અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણે બધા કિરણ પટેલ જેવા માણસોથી કેમ જલ્દીથી પ્રભાવિત થઈ જઈએ છીએ?

આપણે બધા કિરણ પટેલ જેવા માણસોથી કેમ જલ્દીથી પ્રભાવિત થઈ જઈએ છીએ?

2 માર્ચ 2023 ના દિવસે કાશ્મીરમાંથી વડાપ્રધાનના કાર્યાલયમાં કામ કરતો હોવાનો દાવો કરનાર કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ મહાશયે અમદાવાદના ડોક્ટર અતુલ વૈદ્ય સાથે પી.એમ.ઓ.માં કામ થઈ જશે તેમ કહી 10 લાખની છેતરપીંડી કરી હતી.ડોક્ટરે પોલીસ ફરિયાદ કરતા તેમની માહિતીને આધારે કિરણની ધરપકડ કરવામાં આવી છે 
આ કિરણ પટેલને અમદાવાદ લાવવા ગુજરાત પોલીસ 17 માર્ચના દિવસે કાશમીર પહોંચી છે આ કિરણ મૂળ અમદાવાદના ઇસનપુરનો રહેવાસી છે અને હજુ એક વરસ પહેલા કિરણે સિંધુભવન રોડ પાસે પોશ એરિયામાં બંગલો લીધો હતો.
કિરણ પટેલે પોતાના કાર્ડમાં બે નંબર આપેલા છે તે બન્ને નંબર કિરણ પટેલના નામે રજિસ્ટરડ થયા છે પોતાનું નામ ડોક્ટર કિરણ પટેલ અને હોદ્દો એડિશનલ ડાયરેકટર પી .એમ ઓ નવી દિલ્હી લખ્યું હતું એટલું જ નહીં ભારત સરકારનું રાજચિહ્ન સિંહાકૃતિ પણ પ્રિન્ટ કરાવેલી છે 
પી.એમ .ઓ .વડા પ્રધાનની ઓફીસમાં તમારું કામ થઈ જશે કહી અનેક લોકો સાથે છેતરપીંડી કરી છે
 કિરણે ખેડૂતો રાજકારણીઓ સંતો નિવૃત પોલીસ અધિકારીઓ કોઈને પણ છોડ્યા નથી કિરણ સોશિયલ મીડિયા પર ભાજપના ટોચના નેતાઓ સાથેના ફોટા મુકી પોતાની ઓળખાણ ભાજપના ટોચના નેતાઓ સાથે છે કહી લોકોને છેતરતો હતો ગઢદાના એક સંત એક પૂર્વ મંત્રીના ભાઈ એક પોલીસ અધિકારી બધાને પોતાની જાળમાં ફસાવ્યા છે 
સૌથી મોટી ખતરાની વાત તો એ છે કે કિરણે પી.એમ .ઓ.ના હોદ્દાની રૂએ શ્રીનગરમાં સરકારી મિટિંગો પણ કરી છે .
કિરણે સંવેદનશીલ ઉરીની બોર્ડર પોસ્ટથી લઈને એલ.ઓ.સી ઉપરની આર્મીના ઓપરેશનલ એરિયાની પણ મુલાકાત લીધી હતી 
હજુ પણ ટોચના ભાજપના નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કિરણના ફોલોઅર્સ છે 
બોલો કેટલું બધું અંધેર દાળમાં કઈ કાળું નહી આખી દાળ ભાત શાક રોટલી બધું જ કાળું છે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું