અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દાઉદી વોહરા સમાજ બુધવારે રમજાન મહિનાનું પહેલું રોઝુ કરશે.

દાઉદી વોહરા સમાજ બુધવારે રમજાન મહિનાનું પહેલું રોઝુ કરશે.

આ બુધવારે 22 મી માર્ચના દિવસે મિસરી કેલેન્ડર પ્રમાણે દાઉદી વોહરા સમાજના પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થશે.
આ બુધવારે પહેલું રોજુ કરવામાં આવશે 
અતિ પવિત્ર અને પાક બરકતવાલો રમજાન મહિનો આવી ગયો છે તમારા આખા વરસના ગુના ભુલ માફ કરાવવાનો સોનેરી મોકો આવી ગયો છે રમજાન મહિનામાં તમે જે ઈબાદત કરો છો એનો 70 ઘણો વધારે સવાબ ( પુણ્ય) મળે છે 
રમજાન મહિનામાં તમારા શરીર સાથે આત્મા મન પણ સ્વચ્છ કરવાનો મહિનો છે 
રમજાન તમને સંયમ તપ નેકી ઈબાદત ભલાઈ સારા કામો કરવા પ્રોત્સાહન આપે છે રોજા રાખો .નમાજ પઢો.જકાત આપો.દાનપુણ્ય કરો ગુનાઓથી બચો વ્યસનોથી દુર રહો.જરૂરિયાતમદોની મદદ કરો.
રમઝાનમાં એક જાતનું પવિત્ર વાતાવરણ ઊભુ થાય છે લોકો એકબીજાની જરૂરિયાતો સમજે તકલીફો મુસીબતો દુર કરે ભલાઈના કામો કરે બુરાઈથી બચે  
રમજાન મહિનાના પહેલા 10 દિવસ રહેમતના દિવસો ગણાય છે બીજા 10 દિવસ મગફેરતના ગણાય છે છેલ્લા 10 દિવસ જહનમથી આઝાદીના કહેવાય છે 
રમજાનની સૌથી મોટી પવિત્ર રાત લયલતુલ કદર જાગવાની રાત હોય છે આ રાતમાં તમારા બધા ગુનાની માફી મળે છે આખી રાત જાગી વિશેષ નમાજો પડી ઈબાદત બંદગી કરવાની હોય છે આ રાતનું ખુબ જ મહત્વ છે 
આ વરસે આલી કદર ડોકટર સેયદના સાહેબ મુફદલ સેફુદ્દીન સાહેબ .(ત.ઉ શ) રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ ગલીયાકોટ રમજાન માસમાં પધારી રહ્યા છે તેથી આજુબાજુના સેંકડો ગામોમાં ખુશીની લહેર દોડી ગઈ છે સમસ્ત દાઉદી વોહરા સમાજ સેયદના સાહેબ ( ત.ઉ.શ.)ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ રમજાન મહિનાની બંદગી કરશે.
ડોક્ટર સેયદના સાહેબ (ત .ઉ શ રમજાન મહિનામાં વિશ્વ શાંતિ માટે દુવાઓ કરશે.સમસ્ત માનવ જાતના કલ્યાણની દુવાઓ કરશે આખી દુનિયામાં સુખ શાંતિ અમન ચેન માટે દુવાઓ કરવામાં આવશે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું