અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આ સરકારોને તિજોરી ભરવા સીવાય અને પ્રજાના ખીસ્સા ખાલી કરવામાં જ રસ છે.

આ સરકારોને તિજોરી ભરવા સીવાય અને પ્રજાના ખીસ્સા ખાલી કરવામાં જ રસ છે.

મોટે ઉપાડે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ 9 - 58 કરોડ લોકોને સરકારે મફત ગેસસિલિન્ડરની લ્હાણી કરી હતી .એમાંથી આ યોજનાના લાભાર્થીઓ પાસે 1100 રૂપિયાની આસપાસના ભાવવાલો બાટલો લેવાના રૂપિયા હોતા નથી તેથી આ આશરે સાડા નવ કરોડ લોકો ગેસનો બાટલો ખાલી થઈ ગયો હોવા છતાં ભરાવતા નથી કેટલીક જગ્યા પર તો બાટલા ઝાડ પર લટકેલા નદીકિનારે લાવારીશ હાલતમાં રઝળતા જોવા મળે છે.
આપણે પેટ્રોલિયમ પેદાશોની આયાત કરીએ છીએ .હમણાં રશિયાથી સસ્તી પેટ્રોલિયમ પેદાશો આયાત કરી રહ્યા છે પણ પ્રજાને એક રૂપિયો પણ ગેસના બાટલામાં કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાહત મળી નથી 
ભાવો ઘટાડવાને બદલે ઘરેલુ ગેસના બાટલામાં 50 રૂપિયા અને કોમર્શિયલ બાટલામાં 350 રૂપિયાનો વધારો રાતોરાત કરી દીધો છે કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક ત્રણ ત્રણ બજેટ પછી આ ચોથું બજેટ આવ્યું કહેવાય 
પેટ્રોલ આશરે લગભગ 35 રૂપિયાની આસપાસ પડતર કિંમતે આપણને મળે છે એમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને પેટ્રોલ પંપમાલિકોનું કમિશન ઉમેરાતા 35 રૂપિયાનું પેટ્રોલ આપણને 95 રૂપિયામાં 1 લીટર પડે છે.
ગુજરાત સરકારે છેલ્લા 2 વરસમાં પેટ્રોલમાં 6040 .01 કરોડ અને ડીઝલમાં 12731 .79 કરોડની કમાણી કરી છે આટલો ટેક્ષ કેન્દ્ર સરકાર પણ વસુલે છે ને પછી પેટ્રોલ પંપના માલિકોનું કમિશન .વિચારો આપણા ખિસ્સામાંથી આ લોકો કેટલી બધી જંગી કમાણી કરી રહ્યા છે.
આટલી કમાણી ઓછી પડતી હોય તો જી .એસ.ટી.ની આવક સતત વધી રહી છે 
કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો પર જંગી કમાણી પછી જી.એસ.ટી .ની સતત વધતી આવકથી આપના ખિસ્સા ખાલી કરી રહી છે આ વખતે જી .એસ.ટી.ની આવક વધીને 149577 કરોડ પ્રાપ્ત થઈ છે જાન્યુઆરીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો બીજો વધારો છે 
આ આટલી આવક ઓછી પડતી હોય તેમ ઇન્કમટેક્સ ઇ.ડી .ડિપાર્ટમેન્ટ જી.એસ.ટી ની રેડમાં પણ કરોડો હાથ લાગે છે તેમ છતાં સરકાર દેવું કરી રહી છે સરકારી મિલકતોનું વેચાણ પણ કરી રહી છે અને જાહેર સાહસોમાંથી પોતાનો હિસ્સો ઓછો કરી અબજો કમાઈ રહી છે 
આમ સરકારને ચારેતરફ આવક જ આવક છે અને પ્રજાને જાવક જ જાવક છે .સરકાર ભાવો ઘટાડવાને બદલે વધારીને પ્રજાના ખિસ્સા ખાલી કરી રહી છે.
હજુ દુધ ખાધતેલ અનાજ કઠોળ પેટ્રોલ ડીઝલ અને બીજી જીવનજરૂરી ચીજ વસ્તુઓ પર ભાવ વધારો આવી રહ્યો છે.આમાં તમને ક્યાય અચ્છે દિન દેખાઈ છે ખરા?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું