આ મેટ્રો સુરતવાસીઓને બહુ મોંઘી પડી રહી છે.
બહાર વિદેશી રૂપિયાથી બની રહેલી મેટ્રો ટ્રેન પહેલા કરતા કામ લેટ થતું હોવાથી ડબલ રકમ ખર્ચાઈ રહી છે .મેટ્રો ટ્રેનનું કામ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી આખા સુરતની હાલત ખરાબ થઈ ગઈ છે ટ્રાફિકની સમસ્યાઓ દુર કરવા મેટ્રો લાવવામાં આવી રહી છે
સુરતમાં પહેલેથી જ રસ્તાઓ ખુબ જ સાંકડા છે નાની નાની ગલીઓ અને શેરીઓ છે જ્યાં બસ કે ફાયરબ્રિગેડ કે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી .સુરતીઓએ ઘર સુધી જવા માટે રિક્ષાઓનો સહારો લેવો પડે છે રીક્ષાવાલા ભાઈઓ બધા પેસેન્જરોને બરાબર માલસામાન સાથે ઘરઆંગણે એકદમ વાજબી ભાવે લઈ જાય છે ઘણા રીક્ષાચાલકો સામાન વજન ચડાવવા ઉતારવામાં પણ મદદ કરે છે મેટ્રો ટ્રેન સુરતીઓના ઘરઆંગણે તો આવવાની જ નથી પછી એનાથી સુરતીઓને કોઈ બહુ મોટો ફાયદો થાય એમ નથી
હાલમાં કાપોદ્રાથી ઠેક સ્ટેશન ભાગલ ચોક થઈ મક્કાઈ પુલ કાદરશાહની નાળ મજુરાગેટ આગળ મેટ્રોની કામગીરી ચાલી રહી છે .ટાવર પર મોચીની ચાલ અને મહિધરપુરા પોલીસ સ્ટેશન બંધ કર્યું .
જ્યાં જ્યાં કામ ચાલુ થવાની વાર હોય તો પણ આડેધડ પતરા મારી રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે પછી ઘણા બધા સમય સુધી કામ ચાલુ થતું નથી ક્યારે કામ ચાલુ થશે? કેટલા દિવસમાં કામ પતી જશે એનો કોઇ કરતા કોઈ જવાબ આપતું નથી
મેટ્રો ટ્રેનમાં છેલ્લા 2 વરસથી કામ ચાલી રહ્યું છે મેટ્રો રેલ કોર્પોરેશન મનફાવે તેમ નિર્ણયો લઈ સુરતીઓને હેરાન પરેશાન કરી નાખ્યા છે એમાં એક પણ સ્થાનિક જાણકાર અધિકારી નથી તેથી સુરતીઓની તકલીફો કોઇ સાંભળતું નથી
જ્યાં ત્યાં ખોદકામ અને પતરાઓથી સુરતીઓ કંટાળી ગયા છે છેલ્લા એક વરસ ઉપરાંત સમયથી ચોકબજારની આજુબાજુનો વિસ્તાર આડા પતરાઓ મુકી બંધ કરી દેતા અડાજણ રાંદેરની લાખો માણસોને અવરજવર કરતા નાકમાં દમ આવી ગયો છે લાખો લીટર પેટ્રોલ બળી ગયું છે સમયની પણ બરબાદી થાય છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે
ચારેબાજુ ધુળની ડમરીઓ ઉડી રહી છે .નાકમાં મોઢામાં 24 કલાક ધુળ જાય છે સુરત જાણે કોઈ ધુળિયું ગામ બની ગયું છે
સૌથી ખરાબ હાલત રહેવાસીઓની થઈ ગઈ છે.ઘર તો કઈ રાતોરાત બદલી શકાતું નથી આ મુસીબતો તકલીફોથી ક્યારે છુટકારો મળશે?
દુકાનદારો પહેલા નોટબંધી પછી જી.એસ.ટી.પછી ઉપરાછાપરી બજેટ વધતી મોંઘવારી માલનું નજીવું વેચાણ વધતા જતા ભાડા લાઇટ બીલ કારીગરોનો પગાર રોજના ચાહપાણી નાસ્તા પછી કઈ બચતુ જ નથી એમાં ચારેબાજુ પતરાનું જંગલ આખી દુકાનો જ બંધ થઈ ગઈ છે .રસ્તાઓ પર ગ્રાહકો વેપારીઓની અવરજવર માટે જગ્યા જ બચતી નથી વેપારીઓને પણ પોતાની દુકાને જવા સાત કોઠા પાર કરવા પડે છે આમાં ગ્રાહક ક્યાંથી આવે? વેપાર કેવી રીતે કરવો? કોની સાથે કરવો? ઘરનો ખર્ચો રોજેરોજ ક્યાંથી કાઢવો? વેચાણ કેવી કરવું? વેપારીના બીલ કેવી રીતે ચૂકવવા એ એક યક્ષ પ્રશ્ન છે
વેપારીઓને સવારે દુકાન કેમ ખોલવી કે બંધ રાખવી એ રોજનો પ્રશ્ન છે ગ્રાહક ક્યાંથી લાવવા?
ખાટલે મોટી ખોડ છે કે મેટ્રો રેલ રાજ્ય સરકાર સુરત મ્યુનિસિપલ કોરપોરેશન અને ટ્રાફિક વિભાગ વચ્ચે જરા પણ તાલમેલ નથી.કોઈ પણ જાતનું સંકલન નથી. તેથી સુરતીઓને વધુ હેરાન પરેશાન થવું પડે છે
એમાં પાછું વચ્ચે વચ્ચે સદભાવના નામની એજન્સી કઈ મુશ્કેલીમાં મુકાતા કામ બંધ હતું આગળ પાછું 3 મહિના પછી 4 મહિના ચોમાસામાં કેમ થશે?
આ ચક્રવ્યુમાંથી સુરતીઓ કેટલા દિવસ કેટલા મહિના કેટલા વરસ પછી બહાર નીકળી શકશે ?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત