આ ચીન સામે આપણે મક્કમ અને મજબુત ક્યારે બનીશું ?
આ ચીન ક્યારે આપણું દોસ્ત હતું જ નહી.અને છે જ નહીં અને કોઈ દિવસ બનવાનું પણ નથી
ચીને આપણા લગભગ બધા જ હોલસેલ અને રિટેલ બજારો પર કબજો કરી લીધો છે હોળીની પિચકારી કલર આઠમના સાંજ શણગાર કૃષ્ણ ભગવાનની અવનવી મૂર્તિઓ ઝુલાઓ પારણાઓ સાંજ શણગારનો સામાન વાંસળી મુકુટ નવરાત્રિના દાંડિયા ડ્રમ ઢોલક ચણીયા ચોળી કેડીયા ડ્રેસ બીજા ડ્રેસ સાથે પહેરવાના સાધનો રંગોળી ફટાકડા ભગવાનની મુતિઓ ફોટો ફ્રેમો ઉત્તરાયણની પતંગો માજો તમામ જગ્યા પર ચીન હાજર છે.
અરે બજારમાં તો ઠીક ચીન આપણા દરેક ઘરમાં ઓફીસ દુકાનોમાં પણ સી.સી .ટી.વી .મારફત ઘુસી ગયુ છે ભારતમાં લગભગ આજની તારીખમાં ચીનના 10 લાખ સી.સી ટી.વી .કેમેરા ચાલુ છે આ 10 લાખ ચીનના જાસૂસો કહી શકાય જે આપણી દરેક હિલચાલ પર નજર રાખી ચીનને મદદ કરી રહ્યું છે આ 10 લાખ કેમેરા આપણી સુરક્ષા માટે બહું મોટો ખતરો બની ગયા છે
ચીન આટલેથી જ નથી અટક્યું આપણા લગભગ દરેક ઘરોમાં ચીનના મોબાઈલ મોજુદ છે વિવો ઓપ્પો સહિત ચીનના સેંકડો મોબાઈલ આપણા ખિસ્સામાં છે અને એ આપણા ખિસ્સામાંના રૂપિયા ચીન જાય છે આપણે આપણા વેપારીઓ અને આપણા દેશના રૂપિયા ચીન બેરોકટોક જઇ રહ્યા છે આપણા ખિસ્સામાં ચીનના તકલાદી મોબાઈલ આવી ગયા છે અને દરરોજ આપણા કરોડો રૂપિયા ચીન લઈ જાય છે
આપણે ભારતીયોએ કેન્દ્ર સરકારે ચીનની આયાત થતી તમામ આયાત તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ ચીનની તમામ ચીજ વસ્તુઓનો બહિસ્કાર કરવો જોઈએ આપણાંમાં જરા દેશદાઝ હોય તો આપણે હવે દેશભક્તિ બતાવવાનો આનાથી સારો માર્ગ ફરી મળશે નહીં .શુ આપણી દેશભક્તિ 15 ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી પુરતી જ સીમિત છે
ચીન આપણા જ રૂપિયા આપણા સામે જ વાપરે છે બોર્ડર પર છમકલા કર્યા કરે છે આપણી સીમા પર તંબુઓ ચોકીઓ બનાવી દીધી છે સરહદ પર સેનિકોની જમાવટ કરે છે ચોકી બનાવી દીધી છે આપણા એરિયામાં ઘૂસણખોરી કરી આપનો કેટલોક વિસ્તાર કબજે કરી દીધો છે .
આધુનિક શસ્ત્રો અને હથિયારો દ
ગોળા બારુદ આપણા જ રૂપિયે ખરીદી આપણને જ નુકશાન કરે છે .
હવે આપણે જાગૃત અને સાવધાન મક્કમ અને મજબુત બનવું જ પડશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information