સિંગલ બોડીના જબરદસ્ત લાજવાબ કલાકાર જીવન
ઓમકારનાથ ધર કહીશ તો તમને ઓળખાણ નહી પડે.પણ જો એમનું રૂપેરી પડદા પરનું નામ કહીશ તો તમે તરત જ ઓળખી જશો.જી હા આંખો બંધ કરીને નારાયણ નારાયણ બોલતા નારદમુનીની ભુમિકા જેમને એક નહીં ચાલીસ ચાલીસ વાર નિભાવી છે જે એક રેકોર્ડ છે કોઇ પણ અભિનેતા એક જ પાત્ર ચાલીસ વાર ભજવ્યું હોય એ જે આપણે જેની પર ગુસ્સે થઈ જઈએ છીએ તિરસ્કાર કરીએ છીએ ઘૃણા કરીએ છીએ એ આપણા કાશ્મીરી પંડિત જીવન કાશ્મીરી પંડિત હતા
કાશ્મીરથી મુંબઈ આવી વિધાસિંહાના દાદા મોહનસિંહાને ત્યાં નોકરી કરી .એ મોહનસિંહાએ 1935 માં પોતાના નિર્દેશનમાં બનતી ફેશનેબલ ઇન્ડિયા નામની ફિલ્મમાં જીવનને ભુમિકા આપી.એ પછી થોડી ફિલ્મોમાં જીવને હીરો તરીકે પણ કામ કર્યું 1947 માં પ્રકાશ પિક્ચરે "ભક્ત ધ્રુવ " નામની ફિલ્મમાં જીવનને પહેલી વાર નારદમુની તરીકે રજુ કર્યા હતા.
1915ની 24 ઓક્ટોબરે જમ્મુ એન્ડ કાશ્મીરના શ્રીનગરમાં જન્મેલા જીવન 71 વરસની વયે 10 /6/1987 ના રોજ અવસાન પામ્યા હતા .જીવનની કારકિર્દી પચાસ વરસ જેટલી લાંબી છે 1935 ની ફેશનેબલ ઇન્ડિયાથી શરૂ કરી 1986ની ઇન્સાફ કી મંઝિલ સુધી વિસ્તરેલી છે.
હિંદી ફિલ્મોની કથા પટકથા લખતા લેખકો જીવન માટે એક ખાસ ભુમિકા લખતા હતાં .એ મુજબ જ કથા પટકથા તૈયાર કરતા હતાં .
જીવનનો પુત્ર કિરણકુમાર ગુજરાતી ફિલ્મોમાં ખુબ નામ અને દામ કમાયા.પિતાને પગલે હિંદી ફિલ્મોમાં પણ વિલનની ભુમિકા કરી અનિલ માધુરીની તેજાબમાં લોટિયા પઠાણની યાદગાર ભૂમિકા ભજવી હતી .
મદનપુરી મનમોહન ડેની અજિત પ્રાણ અમજદ બધાની પોતપોતાની સ્ટાઇલ શેલી હતી .પણ હીરોનો માર ખાવા તો જીવન જ જોઈએ પણ માર ખાતા પહેલા સામેવાલાને બરબાદ કરી નાખે પાયમાલ કરી નાખે કે દર્શકો રીતસર જીવન પર ગુસ્સે ભરાઈ જતા હતા
જીવન બી.આર.ચોપડા અને મનમોહન દેસાઈની દરેક ફિલ્મોમાં લગભગ દેખાતા જ હતા .
હિંદી ફિલ્મોમાં કપટી કુટીલનીતિ જેની સાથે એક થાળીમાં ખાવાનો સબંધ હોય એનું જ ખરાબ કરવાની ખોરી દાનત જેવા પાત્રમાં જીવન જ ચાલે જે ફિલ્મોમાં પોતાના પુત્રને ગધે કી ઓલાદ કહી ગાળો દે એ જીવન જ હોય શકે .
લુચ્ચાઈભર્યું શાતીર ખંધુ પાત્ર નિભાવવામાં જીવનની માસ્ટરી હતી જીવનની સંવાદો બોલવાની સ્ટાઇલ અલગ હતી જેની બરોબરી કરવી શક્ય જ નથી જીવન પોતાની ભુમિકા એટલી જોરદાર રીતે નિભાવતા હતા કે દર્શકો રીતસર જીવનને મનમાં ગાળો દેતા હતા અને જે વખતે ફિલ્મના અંતમાં હીરો જીવનને મારે એ વખતે હીરોને તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા
જીવનની ફિલ્મોની યાદી બહુ લાંબી છે ટુકમા જોઈએ.
ફેશનેબલ ઇન્ડિયા ભક્ત ધ્રુવ મેલા નયા દોર ધરમવીર અફસાના ઘરકી ઈજ્જત કરવટ તરાના ફાગુન કોહીનુંર દિલને ફિર યાદ કિયા ફૂલ ઓર પથ્થર હમરાજ રોટી ધર્માત્મા અમર અકબર એન્થની જોની મેરા નામ દીદાર ચાચા ભતીજા દાદા ટક્કર નસીબ તીસરી આંખ લાવારીશ દેશપ્રેમી ગણી શકાય .
જીવન જીવન હતાં પડદા પર કાળો કેર વર્તાવી દેતા હતા પોતાની હાજરી માત્રથી થરથરાવી દેતા હતા.
સિંગલ બોડીના આ સશક્ત મજબુત કલાકારને વંદન.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information