WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

હજુ આપણે કેટલા આધુનિક બનીશું ?

હજુ આપણે કેટલા આધુનિક બનીશું ?

આપણે આધુનિક બનવાની દોડમાં ઘણું બધું પાછળ મુકી રહ્યા છે.દોસ્તો પરિવાર સગાસંબંધીઓ બધાને એક બાજુ મુકી આગળ ને આગળ ભાગી રહ્યા છે કોઈને પણ ખબર નથી કે આગળ ક્યાં જવાનું છે? અને ક્યાં અટકવાનું છે?
આજકાલ માણસ મરી જાય પછી ઘરે 20 /25 /30 માણસો હોય છે સ્મશાન કબ્રસ્તાન આવતા સુધી 10 /15 વ્યક્તિઓ જ હાજર હોય છે બાકી બધા રસ્તામાંથી જ ગાયબ થઈ જાય છે બધા જ પ્રકારના લોકિક રિવાજ બંધ થઈ રહ્યા છે હવે લોકોને અંતિમ યાત્રામાં જવાનો પણ કંટાળો આવે છે જો આવું ને આવું ચાલશે તો લાગે છે કે અંતિમ યાત્રાનો અંત પણ નજદીકમાં જ છે 
જ્યારે આપણે ખબર પડે છે કે પેલા ભાઈ કે બહેન ગયા તો આપણે પહેલો સવાલ એ પુછીએ છે કે બેસણું ક્યારે રાખ્યું છે? આપણે કઈ મદદ કરવા જવા તૈયાર હોતા નથી સાવ નવરા હોવા છતાં સ્મશાન કે કબ્રસ્તાન જવામાં આપણને આળસ આવે છે કઈ મદદ કરવા દિલાસો આશ્વાસન આપવા આપણે જરૂરી સમજતા નથી .
ખાસ દોસ્ત કે સગા હોવા છતાં આપણે ચાહ પાણી જમવાની વ્યવસ્થા કરવાનું કેમ સૂઝતું નથી?
સવારે 9 વાગે લઈ જવાના હોય તો પોણા નવે માંડ 40 /45 વ્યક્તિઓ ભેગા થાય છે જેવી નનામી ઉંચકાઈ અંતિમ યાત્રા શરૂ થાય એટલે પોણા ભાગની વ્યક્તિઓ ગાયબ થઈ જાય છે .સ્વજનો હાથ જોડે એટલે બાકીના ગાયબ છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ વ્યક્તિઓ જ હાજર હોય છે 
ઘરે આવ્યા પછી કોણ ચાહ પાણી કરાવે? આખી રાતના ઉજાગરાવાલા અને સ્વજન ગુમાવ્યાના આઘાતમાંથી કોણ બહાર કાઢે? કોઈની પાસે સમય કેમ હોતો નથી? કે સમય પુષ્કળ હોવા છતાં લોકો ભાગતા ફરે છે?
કોઈ સ્વજનના મોતની પળો સાચવવી એવી ભાવના નામશેષ થઈ રહી છે.
પહેલા ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભડવા જતા ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઈ જતું હતું 
આજે ગમે તેવો સારો સંબધ હોય એક થાળીમાં સાથે ખાવાનો સંબધ હોય એક સાથે ચાહ પાણી રોજ સવારે સાંજે સાથે પીતા હોય પણ સ્મશાને જવામાં તો ઠીક બેસણું ક્યારે છે એમ આપણે પહેલા પુછી લઈએ છીએ 
પાછા ત્યાં જઈ શાંતીથી બેસવાને બદલે ઉભડક બેસીને 5 મિનિટમાં 25 વખત મોબાઈલમાં જોયા કરીએ છીએ શુ જોઈએ છે કોઈને ખબર પડતી નથી.
મુત્યુ એ ખરેખર હુંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે માણસ ગમે તેટલી પ્રગતિ કરે માણસને માણસની હૂંફની જરૂર હોય જ છે 
ઘણા વખતથી મળ્યા ના હોય અને અચાનક આવા પ્રસંગે જવાનું થાય તે વખતે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે અરે ક્યારેક ખાલી હાથ પકડીને બે પાંચ મિનિટ ઊભા રહો ફક્ત બે પાંચ મિનિટની આંખોથી આંખોથી થતી મૌન વાત અરે આપણી હાજરી માત્ર ક્લેજાને બહુ મોટી ઠંડક આપે છે અને એ દુઃખની ઘડી કાપવામાં બહુ મોટો ફાળો આપી જાય છે 
તમે જોયું હશે ફેસબુક કે વોટ્સએપ પર જેટલા ઓમ શાંતિ કે આર.આઈ.પી.ના જેટલા મેસેજ આવે છે એનાથી પા ભાગના વ્યક્તિઓ પણ રૂબરૂ આવતા નથી આવ્યા પછી પણ ફાલતુ વાતચીત જોરશોરથી કરીને પ્રસંગની ગરીમાં ઓછી કરે છે 
આપણે આપણા 20 /25 વરસના સંતાનોને સ્મશાન કબ્રસ્તાન બતાવવાની જરૂર છે હું જઇ આવ્યો પછી દીકરાનું શુ કામ છે?
લગ્નમાં ભાડે રસોઈવાલા લાવ્યા નાચનારા ભાડે લાવ્યા .હવે શું નનામી ઉચકવા પણ ભાડે માણસો લાવવા પડશે કે શું?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો