જસદણના ખાંડા હડમતીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સુનિલભાઈ પરમાર એ શાળાના બાળકો ને કુંભારી કામની કારીગરી નો પરિચય કરાવ્યો.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાની ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં સરકારશ્રીના કાર્યક્રમ અન્વયે પ્રિ વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત 10 બેગલેસ ડે અંતર્ગત સ્થાનિક કારીગરો નો પરિચય આવતો હોય આ જ શાળાના આચાર્ય સુનિલભાઈ પરમાર (મો.,9537520471) કુંભારીકામ જાણતા હોય શાળાના તમામ બાળકોને પરંપરાગત ચાકડા ઉપર કુંભારી કામની જુદી જુદી વસ્તુઓ જેમ કે કોડિયા,કુંડા,ગલ્લા નાની માટલી, ચકલીના માળા, વગેરે બનાવી કુંભાર ની કારીગરી નો તેમજ કુંભારીકામ માટે વપરાતા સાધનો નો વિસ્તૃત પરિચય તમામ બાળકોને આપી બેગલેસ ડે સાચા અર્થ માં સાર્થક કર્યો હતો.આ પ્રવૃત્તિ ને સફળ બનાવવામાં શાળાના શિક્ષક રમેશભાઈ
કુકડીયા તેમજ નોડલ ટીચર યોગિશાબેન કંટારીયા અને ભાવેશભાઈ સાપરાએ આયોજનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News