અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભારત વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બન્યો, ચીન કરતાં આપણી વસતિ 30 લાખ વધુ

ભારત વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બન્યો, ચીન કરતાં આપણી વસતિ 30 લાખ વધુ

ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની ગયો છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં હવે ચીન કરતાં લગભગ 30 લાખ વધુ વસતિ છે. આંકડા મુજબ, ભારતની વસતિ 142 કરોડ 86 લાખ છે. બીજી તરફ, ચીનની વસતિ 142 કરોડ 57 લાખ છે.
વર્ષની શરૂઆતમાં જ ગ્લોબલ નિષ્ણાતોએ આગાહી કરી હતી કે 2023માં ભારત સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. UNFPAના નવા આંકડાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. યુએનના રિપોર્ટ અનુસાર, એક વર્ષમાં ભારતની વસતિમાં 1.56 ટકાનો વધારો થયો છે.

1950 પછી પહેલીવાર ભારતની વસતિ ચીન કરતાં વધુ
રિપોર્ટમાં નવા આંકડા 'ડેમોગ્રાફિક ઈન્ડિકેટર્સ'ની શ્રેણીમાં આપવામાં આવ્યા છે. યુએન 1950થી વિશ્વમાં વસતિના આંકડા જાહેર કરી રહ્યું છે. ત્યાર પછી આ પ્રથમ વખત છે, જ્યારે ભારતે વસતિના મામલે ચીનને પછાડી દીધું છે. ગયા વર્ષે જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા 6 દાયકામાં પ્રથમ વખત ચીનની વસતિમાં ઘટાડો નોંધાયો છે. ચીનમાં જન્મદરમાં પણ ઘટાડો થયો છે અને એ આ વર્ષે માઈનસમાં નોંધાયો હતો.
ભારત કરતાં ચીનમાં લોકો વધુ જીવી રહ્યા છે
ચીનમાં સરેરાશ આયુષ્ય ભારત કરતાં સારું છે. અહીં પુરુષોની સરેરાશ ઉંમર 76 વર્ષ અને સ્ત્રીઓની સરેરાશ ઉંમર 82 વર્ષ છે. જ્યારે ભારતમાં પુરુષોની સરેરાશ ઉંમર 74 વર્ષ અને સ્ત્રીઓની સરેરાશ ઉંમર માત્ર 71 વર્ષ છે. UNFPA ભારતના પ્રતિનિધિએ કહ્યું હતું કે હવે વિશ્વની વસતિ 8 અબજ સુધી પહોંચી ગઈ છે. અમે ભારતના 1.4 અબજ લોકોને 1.4 તક તરીકે જોઈશું. તેમણે કહ્યું હતું કે ભારત એક શક્તિશાળી દેશ છે. તે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને આર્થિક વિકાસના સંદર્ભમાં સતત આગળ વધી રહ્યો છે. અમે ટેક્નિકલ બાબતોમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છીએ.
ભારતમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા
યુએનના રિપોર્ટ અનુસાર, ભારતમાં 25% લોકો 14 વર્ષ સુધીની ઉંમરના છે. 10-19 વર્ષની વય જૂથમાં 18% લોકો છે. 10-24 વર્ષની વચ્ચેના લોકોની સંખ્યા 26% છે, તો 15-64 વર્ષની વચ્ચે લગભગ 68% લોકો છે, એટલે કે ભારતમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા છે, પરંતુ ચીનમાં એવું નથી. ત્યાં વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ છે. ચીનમાં 20 કરોડ લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે.

વસતિ ક્યારે વધી એ ખબર નથી
આંકડા જાહેર કર્યા પછી UNFPAના મીડિયા સલાહકાર એના જેફ્રીઝે કહ્યું - એ સ્પષ્ટ નથી કે ભારતની વસતિ ચીનની વસ્તને ક્યારે ઓવરટેક કરી ગઈ. બંને દેશોના આંકડા જાહેર કરવાના સમયમાં ઘણો તફાવત છે, તેથી એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જણાવીએ કે ગયા વર્ષે ચીનની વસતિ પીક પર હતી, ત્યાર બાદ એમાં 8.5 લાખનો ઘટાડો થયો હતો. એનાથી વિપરીત, ભારતમાં વસતિ સતત વધી રહી છે.
વધુ નવું વધુ જૂનું