અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જો તમારાં બાળકોને પણ મોબાઈલ જોવાની પડી ગઈ છે ટેવ ? તો અજમાવો આ 5 ટ્રીક

જો તમારાં બાળકોને પણ મોબાઈલ જોવાની પડી ગઈ છે ટેવ ? તો અજમાવો આ 5 ટ્રીક

વર્તમાન સમયમાં ગેમ રમવાથી લઈને ભણવા સુધી બાળકો વારંવાર ફોન તરફ દોડે છે,
ફોન બાળકોની ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ પર ખરાબ અસર કરે છે. બાળકોના ફોનથી દૂર રાખવા માટે પેરેન્ટ્સે ખુદ મોબાઇલથી દૂર રહેવુ પડે. ફોન યુઝ કરવાથી તેમની આંખો, સ્કિન અને હેલ્થ પર ખરાબ અસર પડે છે.
નાના બાળકોના સારા વિકાસ માટે તેમને ખેદ-કૂદ જેવા ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરુરી હોય છે. જો કે, આજકાલ મોટાભાગના બાળકોને ફોનના લતનો શિકાર હોય છે. જેનાથી બાળકોની ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ પર ખરાબ અસર કરે છે. તેવામાં 5 સરળ રીતે ટ્રાય કરીને અમુક દિવસોમાં બાળકોને ફોનથી દૂર રહેવાનું શીખવાડી શકાય છે.

વર્તમાન સમયમાં ગેમ રમવાથી લઈને ભણવા સુધી બાળકો વારંવાર ફોન તરફ દોડે છે. તે જ સમયે, માતાપિતા પણ બાળકોને ફોનથી દૂર રાખવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. અંતે મા-બાપ પણ બાળકોની જીદ સામે હાર માનીને તેમને ફોન આપવા તૈયાર થઇ જાય છે. તો આવો ફોનની લતથી છૂટકારો મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવીએ….
1. પોતાનાથી કરો શરુઆત
બાળકોના ફોનથી દૂર રાખવા માટે પેરેન્ટ્સે ખુદ મોબાઇલથી દૂર રહેવુ પડશે. હકીકતમાં બાળકો સારી અને ખરાબ આદતો માતા-પિતા પાસેથી જ શીખતા હોય છે. તેવામાં બાળકોની સામે મોબાઇલનો ઉપયોગ બને એટલો ઓછો કરો અને બાળકોને પણ તેનાથી દૂર રહેવાની સલાહ આપો.

2. પ્રેમથી સમજાવો
સામાન્ય રીતે બાળકો ગેમ રમવા માટે ફોનનો ઉપયોગ કરે છે. તેવામાં બાળકોને ગેમ રમતા જોઇને પેરેન્ટ્સ તેમને લઢે છે. જો કે, આમાં બાળકોને ગેમ રમતી વખતે ટોકવાથી બચવુ જોઇએ અને ફોન સાઇડમાં રાખ્યા બાદ બાળકને પ્રેમથી સમજાવોનો પ્રયત્ન કરો.

3. બાળકોને જણાવો નુકશાન
ફોનની લતના શિકાર થનારા બાળકો મોબાઇલના નુકશાન વિશે જાણતા હોતા નથી. તેવામાં બાળકોને હદથી વધારે ફોનનો ઉપયોગ કરવાનો સાઇડ ઇફેક્ટ્સ જણાવો. તે સાથે જ તેમને સમજાવો કે ફોન યુઝ કરવાથી તેમની આંખો, સ્કિન અને હેલ્થ પર ખરાબ અસર પડે છે.

4. બાળકને વ્યસ્ત રાખો
પેરેન્ટ્સના સમજાવ્યા છંતા બાળકો ફોનથી દૂર નથી થતા. તો તેવામાં તમે બાળકોને કોઇ બીજા કામમાં વ્યસ્ત કરી શકો છો. ત્યાં જ બાળકોને તેમની મનગમતી એક્ટિવિટી કે શોખને ફોલો કરવાની સલાહ આપીને તેમને ફોનથી દૂર રાખી શકો છો.

5. બાળકોને ના આપો ફોન
ઘણી વખત બાળકોને રડતા જોઇ કે ખાવાનું નહીં ખાવાની જીદ પર પેરેન્ટ્સ તેમને ફોન આપી દે છે. આવામાં બાળક નાનપણથી જ ફોનની લતનો શિકાર બની જાય છે. તેથી બાળકોને ફોન બતાવીને પોતાની વાત બિલકુલ ના મનાવો.
વધુ નવું વધુ જૂનું