અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાના મોઢુકામાં બહેનની છેડતી બાબતે ટપારવા જતાં યુવાન પર હુમલો

વીંછિયાના મોઢુકામાં બહેનની છેડતી બાબતે ટપારવા જતાં યુવાન પર હુમલો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વીંછીયા તાલુકાના મોઢુકા ગામે બેનની મશ્કરી કરનાર પિતરાઈ ભાઈને ઠપકો આપવા ગયેલા યુવાન ઉપર પિતા પુત્રએ લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીંછીયા તાલુકાના મોઢુકા ગામે રહેતા વનરાજ જાગાભાઈ ભોજીયા નામનો 19 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે વિપુલ મનુ અને મનુ વેલજી નામના બંને શખ્સે યુવાનને લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલોસ ચોકીના સ્ટાફે વીંછીયા પોલીસને જાણ કરતા વીંછીયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર વિપુલ વનરાજ ભોજીયાનો પિતરાઈ ભાઈ છે. દારૂના નશામાં વનરાજની બહેનની મશ્કરી કરી હતી. જે અંગે વનરાજ ભોજીયા પિતરાઈ ભાઈ વિપુલને સમજાવવા ગયો હતો. ત્યારે પિતા પુત્રએ લાકડી વડે હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વીંછીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ નવું વધુ જૂનું