અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગોખલાણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પુર્ણ: હજજારો ભાવિકો ઉમટી પડયા

જસદણના ગોખલાણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પુર્ણ: હજજારો ભાવિકો ઉમટી પડયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ગોખલાણા શ્રી બુઢી બાપુ સનાતન આશ્રમ વાવડા સીમાડાના શ્રી ખોડિયાર માતાજી ખાતે એક તાજેતરમાં એક શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજવામાં આવેલ 
જેમાં હજજારો ભાવિકો ઉમટી પડી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. 
કથા દરમિયાન વિવિઘ પ્રસંગો શ્રી નરસિંહ જન્મ, શ્રી રામ જન્મ, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી વામન જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, સાથોસાથ રાત્રિના વિવિઘ ગાયક કલાકારોએ ભજન ની રમજટ બોલાવી હતી કથાની વ્યાસપીઠ પરથી જાણીતા શાસ્ત્રી શ્રી ગિરીશભાઈ બી ભટ્ટએ આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું 
કથા દરમિયાન આયોજક શ્રી ગણેશગિરિ ગુરૂશ્રી બ્રિજેશગીરી બાપુ તથા ગોખલાણા અને વાવડાના સેવકમંડળએ કથા રસપાન કરવા આવનાર દરેક ભાવિકોનું પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી રાખી હતી
કથા દરમિયાન હજજારોની સંખ્યામાં ભાવિકોએ કોઈપણ જાતની અગવડતા વગર આરામથી કથાનું રસપાન કર્યું હતું એમ જનકભાઈ પરમાર (બાબા) ની એક યાદીમાં જણાવાયું છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું