અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ચેક પરત ફરતાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

જસદણમાં ચેક પરત ફરતાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ માં રહેતા શાંતુભાઇ બાવકુભાઈ ખાચર પાસેથી કોટડાસાંગાણી ગામે રહેતા અનિલભાઈ બાબુભાઈ સોજીત્રા એ મિત્રતાના નાતે ખેતીકામ તથા વ્યવહારિક કામ માટે રૂપિયા ૫,૦૦,૦૦૦/- પાંચ લાખ રોકડા હાથ ઉછીના લીધા હોય આ પૈસા ફરિયાદીને સમયસર પરત મળી જાય તે માટે અનિલભાઈએ ભારતીય સ્ટેટ બેન્ક નો ચેક આપેલ ચેક ના પૈસા ફરિયાદીને મળી જશે એવું વચન અને વિશ્વાસ આપેલ પરંતુ ફરિયાદીએ પોતાના ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતામાં ચેક જમા કરાવતા ઇન્સફીશીયન્ટ ફંડના શેરા સાથે ચેક પરત ફરતા શાંતુભાઇએ પોતાના એડવોકેટ જયદેવ.એન.રાઠોડ મારફતે કોર્ટમાં જરૂરી આધાર પુરાવા સાથે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરેલી જસદણ કોર્ટમાં આ કેસ લંબાણપૂર્વક ચાલેલ હતો આજે જસદણના ચીફ એડિશનલ જ્યુડિશિયલ પી.એન.નવીન સાહેબ દ્વારા પોતાના ચુકાદામાં આરોપી અનિલભાઈ બાબુભાઈ સોજીત્રાએ ફરિયાદીને રૂપિયા ૫,૦૦,૦૦૦/- પાંચ લાખ વળતર સ્વરૂપે ચૂકવવા અને એક વર્ષની સજા અને દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા કરવાનો હુકમ કરેલ હતો આ કામે ફરિયાદી પક્ષે એડવોકેટ જયદેવ.એન.રાઠોડ રોકાયેલ હતા
વધુ નવું વધુ જૂનું