અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ ન્યાયાલય દ્વારા ગૌમાસ અન્વયે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકારતી જસદણ કોર્ટ...

જસદણ ન્યાયાલય દ્વારા ગૌમાસ અન્વયે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકારતી જસદણ કોર્ટ...
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
આ કેસની ખરી હકીકત જોતા વર્ષ ૨૦૧૨ દરમિયાન આરોપીઓ નંબર (૧) ઈકબાલભાઈ આદમભાઈ કાલવા રહે.બહારપુરા, તાલુકો / જીલ્લો અમરેલી તથા નંબર (૨) ફારૂકભાઈ આદમભાઈ કાલવા રહે.બહારપુરા તાલુકો /જીલ્લો અમરેલીવાળા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર પુરાવા વગર પશુનું કતલ કરેલ માસ-મટન એક મારુતિ વાનમાં રાજકોટ - ભાવનગર રોડ પર આવેલ જંગવડ ગામ પાસે નીકળતા હતા ત્યારે તે સમય દરમ્યાન પેટ્રોલિંગમાં ફરજ બજાવતા પી.આઇ. એન.કે.વ્યાસ દ્વારા શંકાસ્પદ જતા મારુતિ વાન ઉભી રાખેલ અને ચેક કરતા ડ્રાઇવરની સીટ પાછળ બે કોથળા હતા અને તે કોથળા ચકાસતા ગૌમાસનું મટન હતું અને ત્યારબાદ પોલીસ ઓફિસર એન. કે. વ્યાસ અને કર્મચારીઓ દ્વારા તટસ્થ અને સઘળી તપાસ કરી ફરિયાદ દાખલ કરેલ અને ત્યારબાદ જસદણ ન્યાયાલયમાં પ્રથમ ફરિયાદ અને ત્યારબાદ ચાર્જશીટ રજૂ કરેલ અને ત્યાર પછી ટ્રાયલ કેસ ચાલેલ, આમ વર્ષ ૨૦૨૩ માં જસદણ ન્યાયાલયના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા, આ કેસના આરોપીના વકીલ દ્વારા વિવિધ રજૂઆતો-મુદ્દાઓ અને દલીલો કરેલ અને ફરિયાદ પક્ષે સરકારશ્રી વતી સ્પેશિયલ એ.પી.પી. શ્રી એચ.એચ.દવે તેમજ જસદણ કોર્ટના એ.પી.પી. શ્રીમતી કે.એમ. ચૌધરીએ વિવિધ રજૂઆતો મુદ્દાઓ અને ફરિયાદ અન્વયે ધારદાર દલીલો કરેલ. આમ બંને પક્ષોની દલીલો - પુરાવાઓ અને જુબાનીઓને સાંભળી અને ધ્યાને લઈ, આઇ.પી.સી. કલમ ૨૯૫,૪૨૯ તથા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ ૫,૬,૬- એ,૮,૧૦ મુજબ આરોપીઓને તસ્કરીવાન ઠેરવી જસદણ ન્યાયાલયના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર સાહેબે આરોપીઓને ૩ (ત્રણ) વર્ષની સજા અને દસ હજારનો દંડ ખુલ્લી અદાલતમાં સંભળાવેલ.
વધુ નવું વધુ જૂનું