અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં શનીવારે સાંજે પોલીસ સ્ટેશનમાં જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્ર્મ

જસદણમાં શનીવારે સાંજે પોલીસ સ્ટેશનમાં જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્ર્મ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ પોલીસ સ્‍ટેશન દ્વારા અંધશ્રધ્‍ધા મુક્‍તિ અને જનજાગૃતિ અર્થે તા. ૨૯ શનિવારના સાંજે પ વાગ્‍યે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્‍કારોથી ચેતો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
 કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ઉદ્દઘાટન પી.આઇ. તપન જાની કરશે. જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા વ્‍હેમ, અંધશ્રધ્‍ધા, ચમત્‍કારો ઉપર પ્રકાશ પાડી એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ-લોહી નિકળવું, અગ્નિનું આપોઆપ સળગવું જેવા પ્રયોગોનું નિદર્શન કરી બતાવશે. જાથાના આ કાર્યક્રમમાં સ્‍થાનિક સદસ્‍ય વિનુભાઇ લોદરીયા, અરવિંદ પટેલ, જયસુખ રામાણી, મોક્ષધામના જે. ડી. ઢોલરીયા, ધીરૂભાઇ છાયાણી, એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ, જાથાના અંકલેશ ગોહીલ, રવિ પરબતાણી, ભાનુબેન ગોહીલ વગેરે સાથે જોડાશે. જાથાનો આ ૧૦૦૨૧ મો કાર્યક્રમ છે.
વધુ નવું વધુ જૂનું