અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઇદના દિવસો ખુશી અને આનંદ વહેંચવાના દિવસો છે.

ઇદના દિવસો ખુશી અને આનંદ વહેંચવાના દિવસો છે.

પવિત્ર રમજાન મહિનાના રોજા પુરા થાય છે પછી ઇદનો ચાંદ દેખાતા સમગ્ર મુસ્લિમ સમાજમાં આનંદ અને ખુશીની લહેર ફરી વળે છે ઇદ એ રમજાનના 14 /14 કલાકના આકરા તાપમાં પાણીના એક ઘૂંટ વગર રોજા રાખનાર રોજદારો માટે સર્વ શક્તિમાન અલ્લાહ તહાલા તરફથી અપાતી એક અણમોલ ભેટ છે ઇનામ છે .
ઇદના દિવસે સવારે વહેલા ઉઠી નહિંધોઈ પાક પવિત્ર થઈ વુજુ કરી આખી દુનિયામાં મુસ્લિમ સમાજ ઇદની વિશેષ નમાજ ( ખુતબો) પડવા મસ્જિદમાં હાજર થાય છે ખુતબો અને સવારની નમાજ પડાઈ જાય એટલે ઇદની ઉજવણીનો આરંભ થાય છે .મસ્જિદમાં હાજર તમામ ભાઈઓ એકબીજાને ગળે ભેટી સાચા હૃદય અને મનથી દિલથી ભેટીને ઇદની મુબારકબાદી આપે છે જે સિલસિલો આખું અઠવાડિયા સુધી ચાલે છે .
ઇદનું ખાસ આકર્ષણ શિરખુરમો જે શુદ્ધ ઘી દુધ કાજુ બદામ ચારોળી મોટી સેવ સેવેયા બીજો સૂકો મેવો નાખી બનાવાય છે પોતાના હિંદુ મિત્રો હિંદુ પાડોશીઓને ત્યાં ખાસ આપવામાં આવે છે રમજાન મહિના દરમિયાન આ હિંદુ મિત્રો અને હિંદુ પાડોશીઓ રોજા છોડવાનો સામાન ઇફતારીની ખુબ જ સરસ વ્યવસ્થા કરે છે કોમી એકતા અને ભાઈચારાની મિસાલ પુરી પાડે છે અરે મારા કેટલાક મિત્રો તો મારા સાથે અમુક ખાસ મહત્વના દિવસના રોજા પણ રાખે છે ખુશીની વાત છે કે બહેનો પણ પુરી શ્રદ્ધાથી રોજા રાખે છે આ જ તો આપની ગંગા જમના તહેજીબ છે આજ ભારતીય સંસ્કૃતિ છે સુરત ખરેખર પોતાનામાં મીની ભારત વસાવીને બેઠેલું છે નવાઈની વાત એ છે કે હિંદુ મિત્રો હિંદુ પાડોશીઓ હિંદુ બહેનોની આ બંદગી ઈબાદતનો કોઈ પ્રચાર કોઇ દિવસ કરવામાં આવતો નથી બસ ચુપચાપ ઈબાદત આજે વરસોથી કરવામાં આવે છે
તમામ મુસ્લિમ સમાજ આવનાર મહેમાનનું સ્વાગત આ શિરખુરમાથી જ કરે છે પછી ઘરમાં હાજર વડીલોને પહેલા આદબ અરઝ સલામ કરી ભેટીને ગળે મળીને એમની દુવાઓ આશીર્વાદ ખાસ મેળવવામાં આવે છે આ પ્રસંગે ઇદી રોકડ રકમનું ખાસ મહત્વ હોય છે ઘરના તમામ નાના મોટા સભ્યોને ઇદી આપવામાં આવે છે પછી નવા કપડાં પહેરી આંખોમાં સુરમો લગાવી તૈયાર થઈ મિત્રો સગાસબંધીઓની મુલાકાત લેવામાં આવે છે એમાં પહેલા પાડોશમાં રહેતા હિંદુ મિત્રોની ખાસ પહેલા મુલાકાત લેવામાં આવે છે બન્ને દોસ્તો બન્ને પરિવારો પુરા જોશથી શુદ્ધ હૃદયથી સાચા મનથી મળે છે આ અલોકિક દ્રશ્ય જોવા જેવું હોય છે પછી આ મિત્રોની ટોળી આખું અઠવાડિયુ બધા ભેગા મળી મોજ મસ્તી આનંદ કરે છે 
પિક્ચર જોવું બાગ બાગબગીચામાં રખડવું નિર્દોષ આનંદ મસ્તી કરવાનો દિવસ છે મેળાની મુલાકાત લો ચોપાટીમાં જઈ ધીંગા મસ્તી કરવાનો દિવસ છે સારી સારી વાનગીઓ ખાવાનો દિવસ છે 
ઇદ ઇસ્લામના અર્થ શાંતિને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે આપની આપસી એકતા ભાઈચારો સંપ વધારે છે 
ઇદની વિશેષ નમાંજમાં વિશ્વમાં અમન ચેન શાંતિ રહે એ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવે છે ઇદનો સંદેશ આખી દુનિયામાં ફેલાવવાની જરૂર છે 
પાક પરવર દિગાર સર્વ શક્તિમાન અલ્લાહ તહાલા બધા રોજદારોની આખા મહિનાની ઈબાદત રોજા કબુલ કરે આખી દુનિયામાં પ્રજા સુખ શાંતિ ચેનથી જીવે જીવો અને જીવવા દો ને સાર્થક કરીએ 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું