રાજકોટના ડે. મેયર કંચનબેન સિદ્ધપુરાનું જસદણમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટ ગામમાં આવેલ વિખ્યાત શ્રી મહાસતી લોયણ માતાજીના મંદિરના હોલમાં રાજકોટ મ્યુનસિપાલિટીનાં ડે. મેયર શ્રીમતી કંચનબેન સિદ્ધપુરાનુ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતુ
આટકોટ હોલમાં હકડેઠઠ જનમેદની અને સાધુ સંતોની વચ્ચે લુહાર સમાજના શ્રી મહાસતી લોયણ માતાજીના ટ્રસ્ટના પ્રમુખ ઉદ્યોગપતિ શ્રી જે પી રાઠોડ અને તમામ ટ્રસ્ટી મંડળએ રાજકોટના ડે. મેયર શ્રીમતી કંચનબેન સિદ્ધપુરાનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કર્યું હતું રાજકોટ શહેરમાં વોર્ડ નંબર ૧૬ માં જંગી બહુમતીથી વિજયી બનેલ કંચન બેનએ ભૂતકાળમાં સંગઠનમાં જોરદાર કામગીરીની નોંઘ લઈ તેમને ડે. મેયર બનાવતાં તેમની આ લુહાર સમાજના શ્રી મહાસતી લોયણ માતાજીના ટ્રસ્ટના પ્રમુખ સહિતના ટ્રસ્ટીઓએ નોંઘ લઈ સન્માન કરેલ આ કાર્યને લઈ સૌરાષ્ટ્રભરમાંથી લુહાર સમાજના ભાઈબહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Tags:
News