અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગટરમાં સફાઈ કામદારોને સફાઈ કરવા ઉતારવાનું ક્યારે બંધ થશે ?

ગટરમાં સફાઈ કામદારોને સફાઈ કરવા ઉતારવાનું ક્યારે બંધ થશે ?

: એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચી ગયા છે.બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન આવી ગઈ છે ચારેબાજુ વિકાસની વાતો થાય છે. પાયાના પ્રશ્નો પર દયાન અપાતું નથી.
અગાઉ સુરતમાં પણ આવી ઘટના પણ બની હતી .
હવે સુરતમાં ભરૂચના દહેજમાં ગ્રામ પંચાયતની સાંકડી અને ઊંડી ગટર સાફ કરવા ઉતરેલા મુળ દાહોદના દનસિંઘ મુનિયા ઉંમર 30 વરસ પરેશ કટારા ઉંમર 28 વરસ હનીફ પરમાર ઉંમર 24 વરસ મોતને ભેટ્યા છે. 
આ ઘટનામાં પાંચ પેકી 3 સફાઈ કામદારો મુત્યુ પામ્યા છે બે સફાઈ કામદારોને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે 
આમાં નવાઈની વાત એ છે કે જાહેર રજા હોવા છતાં આ પાંચ કામદારો કોના આદેશથી ગટર સાફ કરવા ગટરમાં ઉતર્યા? કોણ આદેશ આપતું હતું?,
અવારનવાર આવી રીતે ગટર સાફ કરવા સફાઈ કામદારોને ઉતારવામાં આવે છે અને આવી ઘટનાંમાં સફાઈ કમદારો મોતને ભેટે છે .શુ ગટર સાફ કરવા સફાઈ કમદારોને ઉતારવા સીવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી? શા માટે ગટરમાં ગેસની ગૂંગળામણમાં સફાઈ કામદારોનો બલી જાણીજોઈને ચડાવવામાં આવે છે?
ગટર સાફ કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેમ થતો નથી.હવે તો સાફ સફાઈ માટે મશીનો આવી ગયા છે મશીનોથી ગટરની સાફ સફાઈ થવી જોઈએ.જો થોડા રૂપિયા બચાવવા આમ કરાતું હોય તો આ ખતરનાક ખેલ હવે આજથી બંધ થવો જોઈએ.માણસ કિંમતી છે કે રૂપિયા ?
આવી ગટરો સાફ કરવા ગટરોમાં સફાઈ કામદારોને ઊતરવાનું આજથી અરે હમણાંથી જ બંધ થવું જોઈએ  
સફાઈ કામદારો મુળભુત રીતે મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા હોય છે.એમને માથે પત્ની બે ત્રણ સતાનો વડીલ માતાપિતાની જવાબદારી હોય છે આપને કોઈ હક નથી કે આવા પરીવારોના માથા પરથી છત હટાવી લઇએ.એમના ભરણપોષણનું શુ ? આવી રીતે કોઈ ઘરનો આશરો અને સહારો: એમના પત્ની વડીલ માતાપિતા અને બાળકોનું કોણ? એક સફાઈ કામદારોના 5/7 જણાના પરિવારને નોંધારા બેસહારા શુ મતલબ?
રાજ્ય સરકાર તાત્કાલિક ગટર સાફસફાઈ કરવા સફાઈ કામદારોને ઉતારવા પર સખત પ્રતિબંધનો કાયદો બનાવે એનો અમલ કરાવે 
જો ગટર સાફ કરવા મશીનો લાવવાના હોય તો જે તે ગામના આગેવાનો ફંડ ઉઘરાવી શકે છે રાજ્ય સરકાર પણ મદદ કરી શકે છે .પણ હવે ગટરમાં ગુગલાઈને એક પણ સફાઈ કામદાર મરવો જોઈએ નહીં. 
ગટર સાફ કરવા મશીનોનો જ ઉપયોગ ફરજીયાત કરવો જોઈએ એક પણ જગ્યા પર કોઈ પણ સફાઈ કામદાર ગટર સાફ કરવા ગટરમાં ઉતરે નહીં સફાઈ કામદાર અને એમના પરીવાર સાથે રમાતી આ રમત હવે બંધ થવી જોઈએ 
રાજ્ય સરકાર તાત્કાલિક કાયદો બનાવી એનો સખત અમલ કરાવે એ સમયની માંગ છે 
ગ્રામ પંચાયતો નગરપાલિકા અને મહાનગર પાલિકાઓ આ ઘટનામાંથી બોધપાઠ લે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના બને એની કાળજી લે અને સાવધાની રાખે.
અબ્બાસભાઈ કૌકાવાલા
વધુ નવું વધુ જૂનું