અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સફેદ શર્ટ બુટ પેન્ટના શોખીન જમ્પિંગ જેક જીતેન્દ્ર


બોલીવુડના સફળ અભિનેતાઓમાના એક જીતેન્દ્રનો જન્મ પંજાબમાં 7 એપ્રિલ 1942 ના દિવસે થયો હતો.જીતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર છે રાજેશ ખન્ના જીતુ સાથે ભણતા હતા.

વહી શાંતારામે રવિ નામ બદલી જીતેન્દ્ર નામ આપી પોતાની ફિલ્મ " .ગીત ગાયા પથ્થરો ને ' માં જીતુને મુખ્ય ભુમિકા આપી પછી ફ્રજથી જીતુનો સિતારો ચમક્યો.આશરે 200 ફિલ્મોમાં જીતુએ અભિનય કર્યો છે.ટી શર્ટ વાઇટ કપડાં વાઇટ બુટથી યુવાવર્ગ જીતુની ફિલ્મ જોવા આવતો 
ગહરી ચાલ જીતુ અમિતાભની સાથે કામ કર્યું હોય એવી એક માત્ર ફિલ્મ છે .ફિલ્મમાં જીતુ હીરો અને અમિતાભ વીલન હતા.જીતુને શરૂઆતમાં 150 રૂપિયા મહિને પગાર મળતો હતો.
જીતુનો પુત્ર તુષાર કપુર બૉલીવુડ અભિનેતા છે પુત્રી એકતા કપુર જાણીતી નિર્માત્રી છે અનેક ફિલ્મો ઉપરાંત ટી.વી .જગતમાં મોટું નામ છે .હમ પાંચ સાસ ભી કભી બહુ થી સહીત અનેક હિટ ટી.વી.સિરિયલો બાલાજી ટેલી ફિલ્મ્સ હેઠળ આપી ચુકી છે.
30 વરસની લાંબી કારકિર્દીમાં જીતુનો 1970 /1980 માં જમાનો હતો યુવતીઓમાં જીતુ ખુબ જ લોકપ્રિય હતા.
ગુલઝાર સાહેબની " પરિચય" " ખુસબુ" " કિનારા " માં કામ કરી જીતુએ પોતાની આખી ઈમેજ બદલવાની કોશિશ કરી હતી 
સાઉથની ફિલ્મોમાં જીતુએ એક ટીમ ઊભી કરી હતી.જીતુ હીરો હીરોઇન શ્રીદેવી હોય ગાયક કિશોર કુમાર હોય સંગીતકાર બપ્પી લહરી હોય વીલન કૉમેડીમાં કાદરખાન અને શક્તિકપુર હોય એમ આખી ટીમ બનાવી અનેક હિટ ફિલ્મો આપી છે 
જીતુને હેમા સાથે લગ્ન કરવા હતા પણ ધર્મેન્દ્ર વચ્ચે આવી જતા જીતુને પોતાની બાળપણની મિત્ર શોભા સાથે લગ્ન કરવા પડ્યા પછી હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની બની .
જીતુની જાણીતી ફિલ્મોમાં ગહરી ચાલ જસ્ટિશ ચૌધરી આશા હિંમત મવાલી મકસદ તોહફા સ્વર્ગ સે સુંદર હિંમતવાલા.પરિચય ખુશ્બૂ કિનારા મેરી આવાજ સુનો કારવા મહેમુદના 3 રોલવાલી હમજોલી ઓલાદ સુહાગ રાત ખીલોના બનફુલ રૂપ તેરા મસ્તાના નાગીન અપનાપન મેરે હુજુર ધ બર્નીગ ટ્રેન જુદાઈ બીદાઈ જ્યોતિ બને જવાલા ગણી શકાય
 કિશોરકુમારે જીતુના 212 ગીતો ગાયા છે .એમાં રફી સાહેબનું ફર્ઝનું ગીત " બાર બાર દીન યે આયે " દરેક ઘરમાં પાર્ટીઓમાં બર્થ ડે પર અચુક વાગે છે .
'' મસ્ત બહારોકા મેં આશિક હું' જીને કી રાહ નું આને સે ઉસકે આયે બહાર" રફી સાહેબના છે 
મુકેશના ચાંદી કી દિવાર ના તોડી સુહાગરાતનું ખુશ રહો હર ખુશી હે " લોકપ્રિય છે.
2003 માં લાઈફટાઈમ ફિલ્મફેર એવોર્ડ 2004 લેજેન્ડ સ્ટાર એકટર એવોર્ડ 2005 સ્ક્રીન લાઈફ ટાઈમ એવોર્ડ 2012 લાઇન ગોલ્ડ એવોર્ડ અને 2012 દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીતુને મળી ચુક્યા છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું