અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સુપરસ્ટારની સુપર સ્ટાર સુપર દુપર અભિનેત્રી જ્યા બચ્ચન

સુપરસ્ટારની સુપર સ્ટાર સુપર દુપર અભિનેત્રી જ્યા બચ્ચન

મધ્યપ્રદેશના જબલપુરમાં એક બંગાળી પરિવારમાં 9 એપ્રિલ 1948 માં જયાનો જન્મ થયો હતો.જ્યાની ગણતરી આજે પણ સૌથી સારી અભિનેત્રીના રૂપમાં થાય છે.જ્યાં સશક્ત અને સહાજીક અભિનય કરી શકતા હતા.તમારા આજુબાજુ રહેતી છોકરી જેવી જયાની ઇમેજ હતી 
જ્યા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ પણ છે સંસદમાં અવારનવાર પોતાની ધારધાર અને ચોટદાર રજુઆત માટે જ્યા જાણીતા છે 
જ્યા સદીના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને 3 જુન 1973 માં પરણ્યા હતા.પતિના પોતાની ફિલ્મોની હીરોઇન સાથેના લફરાંની વાતો પર જ્યાએ સબર અને ધીરજથી કામ લીધું.રેખા સાથે આજેય અમિતાભનું નામ બોલાય છે પણ સલામ છે જયાને પોતાના અભિનયની જેમ આમાં સહાજીક અને શાંતિથી કામ લીધું  
સંતાનોમાં બચ્ચન દંપતીને એક પુત્ર અભિષેક બચ્ચન છે જે અભિનેતા છે .ભૂતપૂર્વ મિસ વલર્ડ રૂપસુંદરી એશ્વર્યા રાય જ્યાની પુત્રવધુ છે શ્વેતા નામની પુત્રી રાજકપુરની પુત્રી રીતુ નંદાને ત્યાં પરણીને સુખી છે અભિષેક એશ્વર્યાને આરાધ્યા નામની નાની પુત્રી છે 
જયાની ફિલ્મોની યાદી લાંબી છે.જ્યા માત્ર 15 વરસની ઉંમરે સત્યજિત રાયની બંગાળી ફિલ્મ 1963 માં મહાનગરમાં દેખાયા હતા પછી ઋષિકેશ મુકરજીની ગુડ્ડી આવી જ્યા પછી ગુડ્ડી નામે જ જાણીતા થયા અભિમાન સિલસિલા કભી ખુશી કભી ગમ ઝંઝીર ચુપકે ચુપકે શોલે શોર ઉપહાર કોશિશ બાવરચી કોરા કાગજ નોકર હજાર ચોર્યાશી કી માં ફિઝા કલ હો ના હો.પિયા કા ઘર પરિચય જવાની દિવાની એક નજર સમાધિ ગાય ઓર ગોરી કોરા કાગઝ અનામિકા ફાગુન જેવી ફિલ્મો છે હજુ આ યાદી લાંબી હોત જો જયાએ અમિતાભ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હોત.જ્યાએ ફિલ્મ કારકિર્દી કરતા ઘરસંસારને મહત્વ આપ્યું.
જયાને કુલ આઠ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે .જેમાં ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રીના ત્રણ સહાયક અભિનેત્રીના છે 1992 જયાને પદમશ્રી મળ્યો હતો.2007 માં ફિલ્મફેર લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો 
અમિતાભ સાથે બંસી બિરજુ અને એક નજર કરી પછી ઝંઝીર રજુ થતા સુપરહીટ થઈ .પછી અમિતાભ જ્યાએ અભિમાન ચુપકે ચુપકે મિલી શોલે સિલસિલા અને કભી ખુશી કભી ગમમાં એક સાથે કામ કર્યું 
જયાને " ઉપહાર'" "અભિમાન' "કોરા કાગઝ ' "નોકર " " હજાર ચોર્યાસી કી માં " "ફિઝા " " કભી ખુશી કભી ગમ " અને ' કલ હો ના હો " માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે 
જ્યા એક વિચારશીલ અને પ્રગતીશીલ અભિનેત્રી છે અવારનવાર પોતાનો પુણ્યપ્રકોપ મીડિયા સામે ઠાલવ્યા કરે છે .અનિતાભ જેવાને જ્યા જ સંભાળી શકે.75 વરસની વયે પહોંચેલા એક ઉમદા સજ્જન જયાને સુપર દુપર સલામ.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું