અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પરવીન ગુજરાતી બોલ્ડ અભિનેત્રી હતા.

પરવીન ગુજરાતી બોલ્ડ અભિનેત્રી હતા.

ગુજરાતના જૂનાગઢના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં 4 એપ્રિલ 1949 જન્મેલા પરવીન બાબી બૉલીવુડના સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચુક્યા છે.
પરવીન પડદા પર ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતા હતા .
પરવીને બોલીવુડમાં ચરિત્રમ ફિલમથી શરૂઆત કરી હતી.પણ 1974 અમિતાભ સાથેની મજબુર હિટ થતા અમિતાભ સાથે પરવીને દિવાર નમકહલાલ શાન અમર અકબર એન્થની મજબુર મહાન કાલિયા સુહાગ એમ સળંગ આઠ સુપરહિટ ફિલ્મો આપતા પરવીન લેડી સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવતા હતા .
પરવીને લગભગ 50 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું પરવીન આજીવન કુંવારા રહ્યા હતા પણ ડેની મહેશ ભટ્ટ કબીર બેદી અને અમિતાભ સાથે પરવીનનું નામ ચર્ચાયુ હતું 
પરવીને બોલીવુડની સાડી પહેરતી નાયિકની આખી ઇમેજ જ બદલી નાખી.
1976 ની ટાઈમ મેગેઝીનના પહેલે પાને ચમકનાર પરવીન હિંદી ફિલ્મોના પહેલા સ્ટાર હતા.
નમક હલાલમાં શશી કપુર સાથે કાલા સોનામાં ફિરોજખાન સાથે જાનીદોસ્તમાં ધર્મેન્દ્ર સાથે યે નજદીકિયા માર્ક ઝુંબેર સાથે ક્રાંતિમાં મનોજકુમાર સાથે મેરી આવાજ સુનોમાં જીતેન્દ્ર સાથે દેખાયા હતા 
યશચોપરાની સિલસિલામાં રેખા અને જયાને બદલે પરવીન અને સ્મિતા પાટીલ યશ ચોપરાની પહેલી પસંદ હતા 
પરવીનની છેલ્લી રજુ થયેલી ફિલ્મ 1988ની આકર્ષણ હતી
પરવીન જ્યારે સફળતાની ટોચ પર હતા તે વખતે પરવીનને સાઈન કરવા નિર્માતાઓની રીતસર લાઇન લાગતી હતી  
પરવીન તેમની બિન્દાસ ભુમિકા માટે યાદ રહેશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું