WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુપરસ્ટાર અમીતાભ બચ્ચનનું નામ સુપ્રીમો કેવી રીતે પડ્યું ?

સુપરસ્ટાર અમીતાભ બચ્ચનનું નામ સુપ્રીમો કેવી રીતે પડ્યું ?

અમિતાભ બચ્ચન વિશે શું લખી શકાય ? બધા જ બધુ જાણે છે .અમિતાભ પોતે ટ્વીટર પર અપડેટ આપતા રહે છે .અમિતાભની ફિલ્મ "શહેનશાહ " નો ડાયલોગ લઈએ " હમ આજ ભી જહાં ખડે હોતે હે લાઇન વહી સે શુરૂ હોતી હે" 
એક જમાનામાં ટારઝન સુપરમેનની જેમ જ અમિતાભ પર દર મહિને કોમિક્સ બુક પ્રગટ થતી હતી તે વખતે અમિતાભની ફિલ્મ " મી.નટવરલાલ " નું ગીત " મેરે પાસ આઓ મેરે દોસ્તો " બાળકોમાં ખુબ જ લોકપ્રિય બન્યું હતું .તે વખતે પમ્મી બક્ષી દર મહિને અમિતાભ પર કોમિક્સ બુક પ્રગટ કરતા હતા.દર મહિને બુક માટે નવી વાર્તા નવી પટકથા જોઈએ તેથી ગુલઝાર સાહેબને સાથે લીધા.લગભગ 2 વરસ સુધી આ કોમિક્સ બુક પ્રગટ થઈ હતી .
બૉલીવુડના કોઇ હીરો પર કોમિક્સ બુક બને એ કદાચ એક માત્ર ઘટના હશે .અમિતાભની કોમિક્સ બુકને ધ એડવેન્ચર ઓફ અમિતાભ " નામ આપવામાં આવ્યું હતું અંગ્રેજી ઉપરાંત હિંદીમાં પ્રગટ થતી આ બુક પર અનિતાભ કે કિસ્સે એમ લખાતું હતું.
અમિતાભની ફિલ્મ " પુકાર" નું શુટિંગ ગોવામાં ચાલતું હતું .સેટ પર મસ્તી ધમાલ ચાલ્યા કરતી હતી અમિતાભ આવે એટલે બધા શાંત થઈ જતા હતા આ જોઈ ફિલ્મના બીજા હીરો રણધીરકપુર બોલતા કે લો સુપ્રીમો આ ગયે આ સુપ્રીમોને જ પછી અમિતાભનું સંબોધન બનાવી દેવામાં આવ્યુ. અમિતાભ સાચે જ બોલીવુડના સુપ્રીમો છે .80 વરસે પણ અમિતાભ ખુબ જ સક્રિય છે.લાગે છે સીનેરસિકોની દુવાથી બચ્ચન સાહેબ સદી પુરી કરશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો