જસદણમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ઇન્ડોર આઉટડોર મેદાનનું ભૂમિપૂજન થયું
જસદણમાં અંદાજિત રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્માણ પામનારા ઇન્ડોર આઉટડોર મેદાનનું શુક્રવારે જસદણના ધારાસભ્ય અને રાજયના ડાયનેમિક કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ભુમિપૂજન નેતાઓ કાર્યકર્તા અને વિવિઘ રમતોના ખેલાડીઓની હાજરી વચ્ચે કરવામાં આવ્યું હતું આ તકે જસદણવાસીઓએ કુંવરજીભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ એક યાદીમાં જણાવ્યું હતું કે જસદણના બહોળી સંખ્યામા વિવિઘ લોકો અનેક રમતોથી જોડાયેલાં છે પણ યોગ્ય પ્લેટફોર્મનો અભાવ હતો પરંતુ રાજ્ય સરકારના યોગ્ય સમયના અભિગમથી આજે માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નો થકી ભૂમિપૂજન થતાં જસદણના રમતપ્રેમીઓમાં એક અભૂતપર્વ અને ઔતિહાસિક સમય આવ્યો જેને આવનારી પેઢીઓ પણ યાદ રાખશે.