અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઉતરપ્રદેશમાં માફિયા અતિક અહેમદનો અંત હત્યારાઓ દ્વારા જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યાં કરવામાં આવી..

ઉતરપ્રદેશમાં માફિયા અતિક અહેમદનો અંત હત્યારાઓ દ્વારા જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યાં કરવામાં આવી..

ગઈ રાત્રે પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
પહેલા અતીકના માથામાં ગોળી મારી અતીક પડતાની સાથે જ અશરફ પર ઝડપી ગોળીબાર થયો હતો,

બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, ત્રણ હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, હુમલાખોરો પત્રકાર તરીકે આવ્યા હતા ગોળીબાર બાદ ત્રણેયએ જય શ્રી રામ જય જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા, 

ઘટનાસ્થળેથી ત્રણેય ઝડપાયા પણ છે, તેમની પાસેથી બે પિસ્તોલ પણ મળી આવી છે હાલમાં આ ત્રણેયના નામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

પોલીસના જણાવ્યા અનુસાર લવલીન તિવારી, અરુણ મૌર્ય અને સોનુ નામના યુવકોએ હુમલો કર્યો છે.
ત્રણેય બે બાઇક પર આવ્યા હતા, કહેવાય છે કે અતીક અને અશરફને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા, ત્રણ હુમલાખોરો પત્રકાર હોવાનો ફોટો આપીને અહીં પહોંચ્યા હતા, જ્યારે અન્ય પત્રકારો અતીક સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરોમાંથી એકે પહેલા અતીકને પિસ્તોલ બતાવીને ગોળી મારી હતી.

કોઈ કંઈ સમજે તે પહેલા અશરફને પણ ગોળી મારી દેવામાં આવી હતી, અશરફ પર આગળ અને પાછળ બંને તરફથી હુમલો કરવામાં આવ્યો હતો, બધું એટલું ઝડપથી થયું કે પોલીસ પણ કંઈ સમજી શકી નહીં, પોલીસને હુમલાખોરો પર ગોળીબાર કરવાનો મોકો પણ મળ્યો ન હતો જોકે થોડા સમય બાદ ત્રણેય પોલીસ ને જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે સમર્પિત થયાં હતા.

વધુ નવું વધુ જૂનું