અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શુ 2024 માં લોકસભાની ચૂંટણીઓમાં શાહ મોદીની જોડીને હરાવી શકાય છે ?

શુ 2024 માં લોકસભાની ચૂંટણીઓમાં શાહ મોદીની જોડીને હરાવી શકાય છે ?

કર્ણાટક પર આખા ભારતનું ધ્યાન ખેંચાયું છે .દક્ષિણમાં ભાજપનો વિજય રથ કોંગ્રેસે રોકી લીધો છે .એમ સમજો ને કે મૃતપ્રાય થયેલી કોંગ્રેસ માટે કર્ણાટક વિજય સંજીવની પુરવાર થશે. કોંગ્રેસ હવે બમણા જોરથી આગામી વિધાનસભાઓની ચુંટણીઓમાં અને 2024 ની લોકસભાની ચુંટણીઓમાં લડત આપી શકશે.
કોંગ્રેસને કઈ નહી ગણનાર સાથીપક્ષોને હવે કોંગ્રેસને વધુ મહત્વ વધુ બેઠકો આપવી પડશે.અહીં એક બીજું ફેક્ટર પણ કામ કરી ગયું લાગે છે રાહુલની ભારત જોડો યાત્રાથી પણ લાગે છે કે કોંગ્રેસને ફાયદો થયો છે.
2014 પછી પહેલી વાર એમ બન્યું છે કે મોદી શાહના અગણિત ઉજાગરા ધુમ પ્રચાર શામ દામ દંડ ભેદની નીતિનો ભરપૂર ઉપયોગ પણ નિષ્ફળ ગયા છે.બજરંગ બલી વાલો નારો બુમરેંગ સાબિત થયો છે લાગે છે મોદીનો આ દાવ જ ભાજપને ભારી પડ્યો છે મતોનું ધ્રુવીકરણ થયું નહી.શહેરી એરિયામાં ભાજપને મતો જરૂર મળ્યા છે પણ 75 ટકા એરિયામાં કોંગેસ અને જે ડી એસ બાઝી મારી ગયું છે કોંગેસ રોજેરોજ વધતી મોંઘવારી અને બેરોજગારી પર પ્રચાર કરતી રહી અને જીતી પણ ગઈ.
ભાજપને 40 ટકા કમિશનવાલી સરકારનો મુદ્દો નડી ગયો છે કર્ણાટકમાં ભાજપના સ્થાનિક આગેવાનોએ કરેલો ભ્રષ્ટાચાર ભાજપને નડી ગયો છે.
ભાજપને બજરંગબલી ઉપરાંત હિજાબ વિવાદ અઝાન પરની પાબંદીઓ મોબ લિચિંગ લવ જેહાદ ટીપું સુલતાન વિશેની મનફાવે તેવી વાતો જેવા મુદ્દાઓ ભારી પડ્યા લાગે છે.
અમિત શાહ મોદી અને ભાજપને પણ હરાવી શકાય છે એ સાબિત થઇ ગયું છે આ વાત ભાજપને ભવિષ્યમાં બહુ નુકસાન કરી શકે છે.ભાજપ કોઇ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓમાં અમિત શાહ મોદી આખી કેન્દ્રીય કેબિનેટ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ચૂંટણી પંચ બધું જ દાવ પર લગાડી દે છે પણ પ્રજા મતદારો સાથે સીધા સંપર્કમાં રહેતી નથી તેથી કદાચ હારનો સામનો કરવો પડે છે મોદી શાહને વાપરી વાપરી એમનું મહત્વ ઘટાડી દેવામાં આવ્યું છે દર ચૂંટણી તમે મોદી શાહના નામે જીતી શકો નહીં.
એકલા રૂપિયા વેડફવાથી પણ ચૂંટણી જીતી શકાતી નથી.
પ્રજા વચ્ચે રહેવું પડશે પ્રજાની મનની વાત સાંભળવી પડશે પ્રજાના પ્રશ્નો ઉકેલવા પડશે.મોંઘવારી બેરોજગારી કેમ ઓછી થાય એની પર ફોક્સ કરવુ પડશે 
ક્રાંતિકારી કર્ણાટકના મતદારોની વિવેકબુદ્ધિ શાણપણ દુરંદેશી સમજદારીને કોટી કોટી વંદન
આપણી લોકશાહી હજુ પણ વિશ્વમાં શ્રેષ્ઠ છે એમ પણ સાબિત થયું.
મેરા ભારત મહાન.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું