જસદણ માર્કેટયાર્ડના સ્થાપક રૂડાબાપાની યાદમાં તેમની પ્રતિમા મૂકો: હરિ હીરપરા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ માર્કેટયાર્ડના સ્થાપક રૂડાબાપા હીરપરાનું ગત શુક્રવારના રોજ જસદણ મુકામે ૧૦૨ વર્ષની વયે નિધન થયેલ તેમની યાદમાં જસદણ માર્કેટયાર્ડએ એક તેમની પ્રતિમા તથા યાર્ડમાં નખશીખ પ્રમાણિક લોકોને તેમનાં નામથી દર વર્ષે રોકડ પુરસ્કાર અર્પણ કરી તેમની યાદ જળવાય એવું જસદણ યાર્ડના વર્તમાન સતાધીશો અને તંત્રવાહકો આયોજન કરે એવી હરિભાઈ હીરપરાએ માંગ ઉઠાવી છે
તેમણે જણાવ્યું હતું કે રૂડાબાપા પટેલએ આજીવન સેવાવ્રત પાળી હજજારો અને લાખો લોકો સુઘી પહોંચી લોકોના નિ:સ્વાર્થ કામો કર્યાં છે. હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે રૂડાબાપાએ ભુતકાળમાં ફ્કત માર્કેટયાર્ડના સ્થાપક રહ્યાં નથી તેઓ સહકારી મંડળીના સ્થાપક આ ઉપરાંત તેઓએ જસદણ નગરપંચાયતના પ્રમુખનો હોદ્દો પણ ભોગવી ખેડુતો સાથે નગરજનોની ટાંચા સાધનો અને ઓછા ખર્ચે સેવા કરી હતી કારણ કે તેમની પાસે પારકા પૈસા નાંખવા માટે કોઈ ખિસ્સું જ નહોતું રાખ્યું આવા ઈમાનદાર સેવાભાવી હાલના સમયમાં દીવો લઈને ગોતવા જાવ તોય ન જ મળે એટલે દરરોજ હજજારો રૂપિયાની કમાણી કરતું યાર્ડ તેનાં સ્થાપક રૂડાબાપા પ્રત્યે કઈક કરે તો જ તેમને સાચી અંજલિ આપી ગણાશે.