અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

31 વરસ પહેલાં અવસાન પામેલા અઝીઝ નાઝા 2023 માં પાછા ક્યાંથી આવ્યા ?

31 વરસ પહેલાં અવસાન પામેલા અઝીઝ નાઝા 2023 માં પાછા ક્યાંથી આવ્યા ?

હવે તો હદ થાય છે .
સોશિયલ મીડિયા પર કોઈ પણ મેસેજ કશું પણ સમજ્યા વગર કશું પણ જાણ્યા વગર મેસેજ ખરો છે કે બનાવટી છે કે જૂનો છે કઈ પણ તપાસ કર્યા વગર આપણે બધા આંખ બંધ કરીને મેસેજ ફોરવર્ડ કર્યા કરીએ છીએ.
જે માણસ આજથી 31 વરસ પહેલાં અવસાન પામ્યા હતા તેના મેસેજ ગઈકાલથી સતત ફોરવર્ડ કર્યા કરીએ છીએ.
તમારા મારા લગભગ બધાના મોબાઇલમાં બેચાર દિવસથી આ મેસેજ વારંવાર આવ્યો જ હશે કે જાણીતા કવ્વાલી ગાયક અઝીઝ નાઝાનું મુંબઈની જે જે હોસ્પિટલમાં ગઈ કાલે નિધન થયું છે એમના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો વિગેરે 
અરે ભાઈ અઝીઝ નાઝા આજથી 31 વરસ પહેલાં 8 ઓક્ટોબર 1992 ના દિવસે અવસાન પામ્યા હતા તો પછી 2023 માં એપ્રિલમાં બીજા અઝીઝ નાઝા ક્યાંથી આવ્યા ?
બસ એકલી ફેંકાફેક કરવી છે જરા પણ વિચાર કરવો નથી કઈ પણ ફટાફટ ફોરવર્ડ કર્યા કરવું છે મગજને જરા પણ તકલીફ આપવી નથી .
 કઈ પણ પૂરેપૂરું વાંચ્યા વગર સમજ્યા વગર આગળ જવા દેવું છે?
આ આપણી સમજશક્તિ વિવેકની કસોટી છે એમાં આપણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે .હા એજ અઝીઝ નાઝા આઈ એસ ઝોહરની ફાઈવ રાઈફલ્સની જાણીતી કવ્વાલી " ઝૂમ બરાબર ઝૂમ ને કંઠ આપ્યો હતો એ ઉપરાંત લેલા મજનુમા હોકે માયુસ તેરે દર સે સવાલી ના ગયા 
અને ખુબ જ પ્રખ્યાત કવ્વાલી ચડતા સૂરજ ધીરે ધીરે ઢળ જાયેગા પણ અઝીઝ નાઝાની છે ડેસિંગ ફિરોજખાનની કુરબાનીમાં પણ અઝીઝ નાઝા એ તુજ પે કુરબા મેરી જાન કવ્વાલી ગાઈ છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
વધુ નવું વધુ જૂનું