અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

તો કદાચ સુરત દેશની આર્થિક રાજધાની હોત.

તો કદાચ સુરત દેશની આર્થિક રાજધાની હોત.

186 વરસ પહેલાં સુરતમાં જ્યારે ધમધમતું હતું સુરતની જાહોજલાલી હતી એ વખતે માછલીપીઠમાં રહેતા દીનશા મંચેર શાના મકાનમાં આગ લાગી હતી આ બનાવ 24 એપ્રિલના દિવસે બન્યો હતો આ આગે વિકરાળ વિનાશક સ્વરૂપ ધારણ કરી લેતા આખું સુરત ત્રણ દિવસ સુધી આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું ત્રણ દિવસ ચાલેલી આ આગ 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ હતી એક અંદાજ મુજબ એ વખતે આશરે 500 થી વધુ વ્યક્તિઓના મોત અને 9500 થી વધુ મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.
આજથી 186 વરસ પહેલાં 24 એપ્રિલ 1837 ના દિવસની આગ સુરતની જગ્યાએ મુંબઈને ભારતની આર્થિક રાજધાની તરીકે સ્થાપવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો 1837 માં લાગેલી આ આગને સુરતના ઇતિહાસમાં લાગેલી સૌથી વિનાશકારી આગ તરીકે યાદ કરવામાં આવે છે 
સુરત તે વખતે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કબ્જામાં હતું તેમજ ભારતના પશ્ચિમ કિનારા અને બ્રિટિશ શાસનનું મુખ્ય બંદર હતું 
તારીખ 24 એપ્રિલ 1837 ના દિવસે સાંજે 5 વાગ્યા હતા તે વખતે માછલીપીઠ વિસ્તારમાં એક પારસી પરિવારને ત્યાં ઉકળતા ડામરનું વાસણ ઢોળાઈ જતા વિકરાળ આગ લાગી હતી ઘર અસલ લાકડાનું હતું તેથી આગની જ્વાળાઓ ખુબ ઝડપથી ફેલાઇ હતી 
ઉપરથી સુરતીઓને કમનસીબે આ આગ ઓલવવા પડોસીઓએ પોતાના કુવામાંથી પાણી આપવાની ના પાડતા ગીચ વસ્તી ધરાવતા આ એરિયામાં આગે વિનાશક સ્વરૂપ ધારણ કરી લીધું લાકડાના મકાનો અને તેના લટકતા ઝરૂખાઓને કારણે આ આગ ઝડપથી ફેલાતી ગઈ .
ભારે પવનને કારણે થોડા જ સમયમાં આ આગ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી રાતે આગના પ્રકાશથી ઝળહળતા ધુમાડાના ગોટેગોટા તીસ કિલોમીટરના અંતરેથી પણ દેખાતા હતા .
બીજે દિવસે ભારે પવનને કારણે આગ અન્ય દિશામાં પણ ફેલાઈ ગઈ બપોરે 2 વાગે આગ તેની ચરમસીમા પર હતી પછી આગનું વિકરાળ સ્વરૂપ ઘટવા લાગ્યું હતું અને 26 એપ્રિલના રોજ સવારે આ આગ ઓલવાઈ ગઈ આગના કારણે સુરત અને સુરતીઓને બહુ મોટું નુકસાન થયું.
આ વિનાશક આગમાં થયેલા નુકસાનનો તો અંદાજ પણ લગાવી શકાય એમ નથી પણ આશરે 9373 મકાનો નાશ પામ્યા હતા જ્યારે આશરે 500 થી વધુ વ્યક્તિઓના એ સમયે મુત્યુ થયા હતા 
આ આગ પછી ચાર મહિના બાદ ઓગસ્ટ 1837 માં સુરતમાં ભારે પુર આવ્યું 
આમ ઉપરાછાપરી આપત્તિઓને કારણે પારસી જૈન હિંદુ વેપારીઓ સુરતથી મુંબઈ સ્થળતાર કરી ગયા જેને કારણે સુરતને પાછળ છોડી દઈ મુંબઈ ભારતના પશ્ચિમ કિનારાનું મુખ્ય બંદર બન્યું હતું અને આજે ભારતની આર્થિક ગતિવિધિનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
આમ એમ કહી શકાય કે જો આ આગ ના લાગી હોત તો આજે સુરત મુંબઈની જગ્યા પર સમગ્ર ભારતનું આર્થિક કેન્દ્ર હોત .
ખેર આજે સુરત તાપી માતાના આશીર્વાદ અને સુરતીઓની ખેલદિલી ઉદારતા કઈ કરી છૂટવાની ભાવનાને કારણે વિશ્વભરમાં નામના ધરાવે છે સુરત અને સુરતીઓ હજુ વધુને વધુ ઉન્નતિ પ્રગતિ કરે આગળ ને આગળ વધતું રહે વિશ્વમાં 1 નંબરનું શહેર બની રહે એવી શુભકામનાઓ પાઠવીએ.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 71427
વધુ નવું વધુ જૂનું