અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભારતીય ફિલ્મોના પિતા ધૂંડીરાજ ગોવિંદ ફાળકે દાદા સાહેબ ફાળકે.

ભારતીય ફિલ્મોના પિતા ધૂંડીરાજ ગોવિંદ ફાળકે દાદા સાહેબ ફાળકે.

આપણે જેમને ભારતીય ફિલ્મોના પિતા કહીએ છીએ એ દાદાસાહેબ ફાળકેનું મુળ નામ ધૂંડીરાજ ગોવિંદ ફાળકે હતું.દાદાસાહેબનો જન્મ નાસિક પાસેના ગામમાં મરાઠી પરિવારમાં થયો હતો 
દાદાસાહેબે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા ભવનમાં પ્રવેશ લઈ શિલ્પ કલા એન્જીનીયરિંગ ચિત્રકામ અને ફોટોગ્રાફીનું શિક્ષણ મેળવ્યું હતું 
દાદાસાહેબે બનાવેલી પહેલી ફિલ્મ " રાજા હરીશચંદ્ર " પહેલી વાર જાહેરમાં 3 મેં 1013ના રોજ મુંબઈના કોરોનેશન સિનેમામાં બતાવવામાં આવી અને ત્યાંથી ભારતીય ભારતીય સિનેમા ઉદ્યોગની શરૂઆત થઈ 
દાદાસાહેબ નિર્માતા નિર્દેશક કથા પટકથા લેખકનું કામ પોતે જ કરી લેતા હતાં
રાજા હરીશચંદ્રથી શરૂ થયેલી તેમની ફિલ્મી કારકિર્દી 19 વરસ ચાલી હતી દાદાસાહેબે 95 ફિલ્મો અને 26 ટુંકી ફિલ્મો બનાવી હતી.
દાદાસાહેબની શ્રેષ્ઠ ફિલ્મોમાં 1917 મોહિની ભસમાસુર સત્યવાન સાવિત્રી લંકા દહન શ્રી કૃષ્ણ કાલિયા મર્દન ગણી શકાય દાદાસાહેબની છેલ્લી ફિલ્મ ગંગાવતરણ હતી 
ભારતીય સિનેમામાં દાદાસાહેબના અમૂલ્ય અને દાદા યોગદાનને ધ્યાનમાં લઈ 1969થી ભારત સરકારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત કરી હતી દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાનો સૌથી સન્માનીય ઍવોર્ડ છે.
આ એવોર્ડ અત્યાર સુધી 51 ફિલ્મ સ્ટારોને મળી ચુક્યો છે સૌથી પહેલા દેવિકારાણીને આ એવોર્ડ મળ્યો હતો.પછી પૃથ્વી રાજ કપૂર પંકજ મલિક નીતિન બોઝ સોહરાબ મોદી નૌશાદ એલ.વી .પ્રસાદ સત્યજીતરાય વહી શાંતારામ રાજકપુર અશોકકુમાર દિલીપ કુમાર દેવ આનંદ લતા મંગેશકર આશા ભોંસલે અમિતાભ બચ્ચન બી.આર .ચોપરા .યશ ચોપરા મજરૂહ સુલતાનપુરી ઋષિકેશ મુકરજી કે બાલાચંદ્ર પ્રાણ ગુલઝાર શશિકપુર વિનોદ ખન્ના આશા પારેખ રજનીકાન્તને આ એવોર્ડ મળી ચુક્યો છે.
સરકારે દાદાસાહેબના માનમાં 1971 માં ટપાલ ટીકીટ પણ બહાર પાડી હતી 
ભારતીય સિનેમામાં મોટું પ્રદાન કરનાર કલાકારોને પ્રોત્સાહન આપવા મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એકેડમી મારફત પણ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અપાઈ રહ્યો છે 
આજે બૉલીવુડ કરોડો રૂપિયાની ફિલ્મો બનાવે છે અને લાખો લોકોનું ભરણપોષણ થાય છે બૉલીવુડ સૌથી વધુ ફિલ્મો બનાવે છે અને આપણે ભારતીયો સૌથી વધુ ફિલ્મો જોઈ રહ્યા છે.ફિલ્મો આપના જીવનનો એક ભાગ બની ગઈ છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો