આપણે બધાએ મહિનામાં એક દિવસ મોબાઈલ બંધ રાખવાનો સમય આવી ગયો છે .
અસલ ગાંધીબાપુના ત્રણ વાંદરા હતા .એમનો સંદેશ હતો કે ખરાબ જોવું નહી ખરાબ બોલવું નહી.ખરાબ સાંભળવું નહી.હવે ત્રણેને મળીને એક મોબાઈલ બની ગયો કોઈ પણ જ્યારે મોબાઈલ હાથમાં લે છે તે વખતે એ વ્યક્તિ કોઈની સામે જોતો નથી.કોઈની સાથે બોલતો નથી.કે કોઈનું સાંભળતો નથી.
મોબાઈલ એક સારી વસ્તુ એની ના નથી પણ એના ઉપયોગમાં આપણે વિવેક અને પ્રમાણભાન ચુકી ગયા છે.
આપણે પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપવાસને મહત્વ આપીએ છીએ.ઉપવાસ માત્ર આધ્યાત્મિક લાભ માટે જ નહી પણ શરીર અને મનની સુખાકારી જાળવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે
ખાણીપીણી કે બીજી અન્ય ભોગવિલાસની વસ્તુઓનો અમુક સમય માટે ત્યાગ કરી એ સમયનો ઉપયોગ આપણે ધાર્મિક કામોમાં કરીએ એ ઉપવાસનો સાચો મતલબ છે
રસઝરતા ભોજન અને ચમકદમકની માયાજાળમાં સપડાયેલો માણસ થોડો સમય પણ દુર રહે તો સત્યની વધુ નજદીક જઇ શકે છે એમાં કોઈ શક નથી.
હાલના આધુનિક માહિતીયુગના જમાનામાં ડિજિટલ ઉપકરણોનો પણ ઉપવાસ જરૂરી છે એમ લાગે છે.એક સમય એવો હતો કે લોકો સવારે ઊઠીને અને રાતે સુતા પહેલા પ્રાર્થના કરતા હતા ભગવાનને યાદ કરતા હતા .હવે લોકોની સવાર જ મોબાઈલ જોતા થાય છે રાતે પણ લોકો મોડી રાત સુધી મોબાઈલમાં જોતા જોતા ઉજાગરા કરે છે રાતે સુતી વખતે માંડ માંડ મોબાઈલથી છુટકારો મળે છે
મોબાઈલ ફોનનો ઉપયોગ ફોન જવા આવવા સુધી કરીએ તો ઠીક છે પણ જાતજાતની સુવિધાઓ એપ શરૂ થતાં આપણી દશા અને દિશા બન્ને બગડી ગઈ છે.
મોબાઇલ ફોનથી મેસેજથી લઈ ગીતો મુવી સુધીના કામ થવા લાગ્યા વોટ્સએપથી માંડીને યુ ટ્યૂબ સુધીના વિડિઓ દેખાવા લાગ્યા ઘડિયાળથી માંડીને કેલ્ક્યુલેટર અને ટાઈપ રાઇટરના કામો થવા લાગ્યા આવા એક નહીં અનેક કામો થવા લાગ્યા એમાં માણસ અભિમન્યુના ચક્રવ્યૂહમાં ફસાતો ગયો.કોઇ દિવસે બહાર નીકળી શકશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે કોઈ રસ્તો હજુ મળતો નથી.
નાનાં બાળકોથી માંડીને વડીલો ગૃહિણીઓ લઈ કોલેજીયન સુધી બધા પર મોબાઈલનું ભુત સવાર છે.
હવે આપણે બધાએ એક હળીમળીને નિર્ણય લેવાનો છે કે મહિનામાં એક વાર ફોન આવવા જવા સીવાય મોબાઈલનો ઉપયોગ કરવો નહી.વોટ્સએપ યુટ્યુબ ઇન્સ્ત્રાગ્રામ ફેસબુક ટ્વીટર ફરજીયાત બંધ રાખવું
એક દિવસ મોબાઈલ બંધ રાખવાથી કેટલા ફાયદા થાય છે એ અનુભવ કરવો જોઈએ મગજ શાંત થશે ચીડિયાપણુ દૂર થશે ઘરમાં પરિવાર સાથે સમય વિતાવી શકો છો.ખુબ મજા પડશે.તમારી લોકો સાથેની વાતચીત કરવાનો લહેકો નરમ અને વિવેકી બની જશે તમારી વાણી અને વર્તનમાં બહુ મોટો બદલાવ આવશે .તમને પણ મનમાં એમ થશે કે મોબાઈલનો ઉપયોગ વધારે કરવા જેવો નથી.બોલો ભાઈઓ તમે બધા મહિનામાં એક દિવસ મોબાઈલ બંધ રાખવા તૈયાર છો ? તો પછી આવી રહેલા મેં મહિનામાં કયા દિવસે આપણે સામુહિક રીતે મોબાઈલ બંધ રાખીશું?
સોચ લો ઠાકુર
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information