અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જપ્ત કરાયેલા દારૂ પર રોડ રોલર ફેરવવાની કોઈ જરૂર છે જ નહી.

જપ્ત કરાયેલા દારૂ પર રોડ રોલર ફેરવવાની કોઈ જરૂર છે જ નહી.

ગુજરાતમાં દારૂબંધી છે એમ તમને કોઈ કહે તો તમને નવાઈ લાગે .માત્ર નામ માત્રની કાગળ પર સરકારી દારૂબંધી છે.
ગુજરાતમાંથી દર વરસે કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે 
ખુદ સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 2 વરસમાં 252 કરોડનો દારૂ પકડાયો છે .એમાં સૌથી વધુ દેશી દારૂનો જથ્થો રાજકોટમાંથી અને વિદેશી દારૂનો સૌથી વધુ જથ્થો સુરતમાંથી પકડાયો છે 1000 કરોડ કે તેનાથી વધારે દારૂ પીવાઈ ગયો હશે એ અલગ વાત છે 
માત્ર દારૂ જ નહી છેલ્લા 2 વરસમાં ગુજરાતમાંથી 11831 કિલો ગાજો પકડાયો છે તેમાં સૌથી વધારે સુરતમાંથી 3534 કિલો સાથે સુરત પ્રથમ ક્રમે છે.
 ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે ત્યાં દારૂબંધી નથી 
દર વરસે 125 કરોડનો દારૂ પકડાતો હોય તો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રને આ દારૂ વેચાતો કેમ આપવામાં આવતો નથી 
દર વરસે આ આશરે 125 /150 કરોડના દારૂનો રોડ રોલર નીચે કુચલીને નાશ કરવામાં આવે છે .શા માટે નાશ કરવામાં આવે છે ?
આપણે ત્યાં હજારો શ્રમિકો મજૂરો પરપ્રાંતીય કારોગરો ફૂટપાથ પર રસ્તાની એક બાજુ રાતે સુતા હોય છે કુપોષણની સમસ્યા છે કેટલાક એવા છે જેમને એક સમય ભોજન મળે છે બીજા સમયનું ભોજન નસીબમાં નથી દર વરસે કરોડ રૂપિયા રોડ રોલર નીચે કુચલી કાઢવાથી કોઈનો ફાયદો ક્યારેય થવાનો નથી .
150 કરોડ નાની રકમ નથી એનાથી હજારો ગુજરાતીઓનું ભલું થઈ શકે છે આ કરોડો રૂપિયાથી સેંકડો મધ્યમવર્ગની દુવા લઈ શકાય છે .તો પછી આ દારૂનો શા માટે નાશ કરવામાં આવે છે? આ દારૂ પાડોશી રાજ્યમાં વેચી રોકડા કરોડો ઊભા કરી શકાય છે. આજે આટલી કાતિલ કરપીણ મોંઘવારીમાં આવી રીતે કરોડો રૂપિયાનું દર વરસે નુકસાન આપણને પરવડે નહી .તમે શુ કહો છો? તમારું શુ માનવું છે?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું