અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પાકના વિદેશમંત્રીને ભારત આવવા પર તાત્કાલિક પ્રતિબંધ મુકો.

પાકના વિદેશમંત્રીને ભારત આવવા પર તાત્કાલિક પ્રતિબંધ મુકો.
આઝાદીના 76 વરસ પછી પણ આપણે અને આપણા રાજકીય નેતાઓ પાક સાથેની સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવી શક્યા નથી .પાક નામનું નાનકડું રાષ્ટ્ર આપણને સતત હેરાન પરેશાન કરે છે આપણને નુકસાન કરવાની એક પણ તક છોડતું નથી આપણે અને આપણા નેતાઓ કઈ કરી શકતા નથી .
પાકના પાપે દર વરસે આપણા સંરક્ષણ ખર્ચમાં વધારો અચુક કરવો પડે છે આપણા જવાનો માતૃભૂમિ માટે તન મન અરે જાનની પણ બાજી લગાવી દે છે અરે જાન પણ આપી દે છે તે આપણે ઘરમાં બેઠા બેઠા બરાબર સમજી શકતા નથી .
આપણા જવાનોને પણ પત્ની બાળકો વડીલ માતાપિતા હોય છે એ જવામર્દ કોઈના લાડકા સંતાન હોય છે કોઈ સુહાગનના માથાનું સિંદુર હોય છે.નિર્દોષ માસુમ બાળકોના માથા પરની છત હોય છે .
આપણા જવાનો રાત દિવસ 24/7 ઠંડી ગરમી વરસાદ ભોજન કે ઊંઘની પરવા કર્યા વગર રાત દિવસ આપણા માટે સતત ચોકી પહેરો ભરે છે ત્યારે આપણે આરામથી સુઈ શકીએ છીએ 
આપણા નેતાઓએ હવે પાક સાથે દોસ્તીનો હાથ લબાવવાનું બંધ કરવું જોઈએ બિલાવલને ભારત આવવાનું આમંત્રણ આપવાની કોઈ જરૂર હતી જ નહી.
ચીન અમેરિકા ક્યારેય આપણા હતા નહી છે જ નહી અને કોઈ દિવસ થવાના પણ નથી .આ લોકો પડદા પાછળથી પાકને અબજો ડોલર રોકડા મબલખ શસ્ત્રો આપે છે આ બધું પાક આપણી સામે ત્રાસવાદી અને આંતકી પ્રવૃતિઓમાં કામમાં લે છે જે આખી દુનિયાને ખબર છે 
આપણી સરકારે પાકના વિદેશમંત્રીની આગતા સ્વાગતા કરવાને બદલે આપણા જવાનોને અદ્યતન શસ્ત્ર સરંજામ દારૂગોળો ઓટોમેટિક રાઈફલો વિના વિલંબે પુરા પાડવા જોઈએ આપણી આર્મીને સાધન સજ્જ કરવું પડશે સરહદો પર વધુ ચાંપતી નજર રહે એવી પાકી વ્યવસ્થા કરવી જોઈએ આતંકીઓની હિલચાલ પર નજર રહે તે માટે મજબુત જાસુસીતંત્ર બનાવવું જોઈએ 
સૌથી 
[સૌથી મહત્વની વાત આતંકીઓ સામેના લીધેલા કે લેવામાં આવનાર પગલાં માટે વધુ પડતી પ્રસિદ્ધિના મોહથી દુર જ રહેવું જોઈએ.
આટલા વરસોમાં આપણા હજારો નિર્દોષ ભરતીયોનું ખૂન વ્હેવડાવનાર બિલાવલના નાપાક કદમ માં ભારતની જમીન પર પડવા ના જોઈએ 
જે જવામર્દ જવાનો શહીદ થયા છે એમના પરિવારની લાગણીનો સરકારે કોઈ વિચાર કર્યો છે ખરો? 
4 મેંના દિવસે ગોવા આવનાર બિલાબલના પ્રવાસ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવાની ખાસ જરૂર છે .
જય હિંદ 
ભારત માતાકી જય
અબ્બાસભાઈ કૌકાવાલા
વધુ નવું વધુ જૂનું