અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ક્રિકેટની રમતનું એવરેસ્ટ પરથી ખીણમાં પતન ઍટલે આઈ .પી.એલ.

ક્રિકેટની રમતનું એવરેસ્ટ પરથી ખીણમાં પતન ઍટલે આઈ .પી.એલ.

પહેલા વરસમાં બે ત્રણ મહિના ક્રિકેટ મેચો રમાતી હતી .ટેસ્ટ ક્રિકેટની એક અલગ મજા રોમાંચ હતો .બોલરો થાકી જતા હતા .એક બેસ્ટમેન ઓપનિંગમાં રમવા આવે તો છેલ્લા સુધી આઉટ થતો નહી એવી બેટિંગ પણ જોવા મળતી હતી .
હવે ક્રિકેટની રમતનું વ્યાપારીકરણ થઈ ગયું છે.વધારે રૂપિયાની લાલચમાં મુળ ક્રિકેટ ખોવાઈ ગયું છે હવે બોર્ડ ટીમ અને ખેલાડીઓ ટીમ મેનેજમેન્ટ બધા જ રૂપિયા બનાવવામાં લાગી પડ્યા છે .
ખેલાડી રમે કે ના રમે સારો દેખાવ કરે કે ના કરે એમને ઢગલો રૂપિયા મળતા રહે છે .જાહેરાતોમાં બીજા લાખો રૂપિયા મળે છે.ટી શર્ટ બુટ ઠંડા પીણા કેપ બેટ બોલ પરની જાહેરાતોમાં પણ લાખો રૂપિયા આવક થાય છે 
ક્રિકેટ રમત સીવાય બધું થાય છે પણ પેલી ખેલદિલી ઉદારતા સાચી રમત કુદરતી શોર્ટ ઉમદા ફિલ્ડીંગ નેત્રદિપક કેચ તમને ટી વી પરથી હટવા ના દે એ છેલ્લી ઓવરનો રોમાંચ બધું ખોવાઈ ગયુ છે.
બધાને ટૂંકા ગાળામાં કરોડપતિ થવું છે રમત જાય ભાડમાં.રમતનું વ્યાપારીકરણ થતા રમતની કોલીટી ગુણવત્તા નિર્દોષ આનંદ ખેલદીલી ક્યાય જોવા મળતી નથી 
માત્ર મુઠીભર લોકોના સ્વાર્થ અને મતલબ માટે મેચો રમાઈ રહી છે પ્રજાનું દર્શકોનું કઈ ભલું થતું નથી સાચી રમત રમાતી નથી 
આપણે આપણા બધા કામ વેપાર ધંધા મુકી ટી.વી સામે બેસી જઈએ છીએ એનાથી બેકારી બેરોજગારી ક્યારેય દુર થવાની નથી આપણે હાથ પગ હલાવવા માંગતા જ નથી .નવી નવી શોધો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ કેમ વધતા નથી? બેઠા બેઠા મેદ બ્લડ પ્રેશર મગજની બીમારી જેવા રોગોને સામેથી આમંત્રણ આપીએ છીએ ને પછી હેરાન પરેશાન થઇએ છીએ.
હવે આમાં પાછું ફિક્સિંગ થાય છે ક્રિકેટરો માટે હવે દેશપ્રેમ કરતા પહેલા રૂપિયા મહત્વના છે .લાખો કરોડોની ઉથલપાથલ થાય છે દેશપ્રેમ દેશહીતની વાતો કોઈ ભૂલેચુકે પણ કરતું નથી.
આગામી મે મહિનામાં પાણીની તકલીફ પડવાની છે તેમ છતાં પિચ બનાવવા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે  
બેચાર ફીલ્મસ્ટાર અને બે ચાર ઉદ્યોગકારો આખો ખેલ કરે છે 
ક્રિકેટરોની કોઈ જાનવર પશુની જેમ બોલી જાહેરમાં બોલાઇ રહી છે કોઈને લાજ શરમ જેવું બચ્યું જ નથી કોઈ બોલનાર નથી કોઈ ટોકનાર નથી 
આઈ .પી એલ નો તમાશો તાત્કાલિક બંધ કરવાની જરૂર છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું