અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘનઘોર ઘેઘુર નોખા અલગ ગીતોના જાદુગર મન્ના ડે

આપણે ત્યાં બૉલીવુડમાં મોહમદ રફી મુકેશ અને કિશોર કુમારની ત્રિપુટી આજે પણ બહુ લોકપ્રિય છે આ મહારથીઓને શત શત નમન.
બીજા મહેન્દ્ર કપૂર અને મન્ના ડે બહુ સારા ગાયક કલાકારો હતા પણ આ મહારથીઓ જેટલા નામ અને દામ કમાયા નહીં.
પ્રબોધચંદ્ર ડે મન્ના ડેનું મૂળ નામ છે .1લી મેં 1919 ના રોજ જન્મેલા મન્ના ડે 94 વરસ જીવ્યા 24 ઓક્ટોબર 2013 એ અવસાન પામ્યા લગભગ 4000 થી વધારે ગીતો ગાયા છે 
મન્ના ડે ના ઘણા ગીતો ઓલ ટાઈમ હીટમાં સ્થાન પામે છે એક અલગ અવાજ અલગ સ્ટાઈલ અલગ શેલી મન્ના ડે ને એક અલગ ઊંચાઈ પર મૂકે છે.
મોહમદ રફી મુકેશ કિશોરકુમારના ગીતોની નકલ કરનારા આવતા જતા રહ્યા છે પણ તમે કોઈ દિવસ એમ સાંભળ્યું નહી હોય કે વોઇસ ઓફ મન્ના ડે મળી ગયો છે .મન્ના ડેની નકલ કરવી શક્ય જ નથી આજ મન્ના ડેની વિશેષતા છે.
રાજકપુર તેમની ફિલ્મોના ગીતો માટે મુકેશનો ખાસ આગ્રહ રાખતા હતા પણ રાજકપુરે મન્ના ડે પાસે યાદગાર ગીતો ગવડાવ્યા છે ચોરી ચોરીના ત્રણ ત્રણ યુગલ ગીતો સુપર દુપર હીટ છે "આ જા સનમ મધુર ચાંદની મેં હમ" યે રાત ભીગી ભીગી યે મસ્ત " ' જહાં મેં જાતી હું વહી ચલે આતે હો" 
લતાનું એ મેરે વતન કે લોકો સાંભળી વડાપ્રધાન નહેરુ રડી પડ્યા હતા પણ ખુદ લતા મંગેશકર ઉપકારનું મન્ના ડેનું કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યાં સાંભળી રડી પડ્યા હતા એ બહુ ઓછાને ખબર છે 
ભારત સરકારે મન્ના ડે ને 1971 માં પદ્મશ્રી 2005 પદમભૂષણ અને 2007 માં સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી મન્ના ડેનું બહુમાન કર્યું હતું 
કાબુલીવાલાનું એ મેરે પ્યારે વતન ને કોણ ભુલી શકે ' તેરે દામન સે આયે ઉન હવાઓ કો સલામ " મન્ના ડે સીવાય બીજાનું કામ નહી.તું છુપી હે કહા" એક ચતુર નાર હોય કે પૂછો ના કેસે મેને રેન બીતાઈ " પ્યાર હુવા ઈકરાર હુવા હે ' અને ચૂંનરી સંભાળ ગોરી મન્ના ડે ના યાદગાર ગીતો છે 
મન્ના ડે તેમના ગીતો માટે હંમેશા યાદ રહેશે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું