અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણી પ્રગતિ આપણો વિકાસ આપણા જ હાથમાં છે.

આપણી પ્રગતિ આપણો વિકાસ આપણા જ હાથમાં છે.

આપણા પાડોશી દેશો ચીન પાક પર ક્યારેય વિશ્વાસ મુકી શકાય એમ નથી.ચીન અમેરિકા પાક ભારતનું મિત્ર ક્યારેય હતું નહી.આજની તારોખે છે નહીં અને ભવિષ્યમાં બનવાનું પણ નથી.ચીન પાકને પાછલા બારણે અબજો રૂપિયા આપે છે આધુનિક શસ્ત્ર સરંજામ પૂરો પાડે છે .હુમલો કરવા જરૂરી દારૂગોળો ઓટોમેટિક રાઈફલો પુરી પાડે છે પાક વરસોથી આ બધું ભારતમાં આંતકી પ્રવૃતિઓ માટે ઉપયોગમાં લે છે આપણે કઈ કરી શકતા નથી.ચીને 2022 માં સેંકડો વખત આપણી સીમામા ઘૂસણખોરી કરી હતી જે 2023 માં એપ્રિલમાં પણ ચાલુ જ છે 
શુ આપણે સુરત મુંબઈ કે અમદાવાદ કે બીજા કોઈ શહેરનો વિકાસ કરવો હોય તો શું આપણે એટલા શક્તિમાન નથી કેપેબલ નથી સક્ષમ નથી કે વિદેશી મદદ લેવી પડે છે ? શા માટે વિદેશી મદદ લેવી પડે છે? અમેરિકા ચીન પછી જાપાનની તોતિંગ વિરાટ કંપનીઓ ભારતમાં કઈ દયા ધરમ કરવા આટલે દુર સુધી આવતી નથી 141 કરોડના વિશાલ બજારમાં ધુમ કમાણી કરવા આપના બજારો પર કબજો કરવા આવે છે આપણા ખીસ્સા ખાલી કરવા આવે છે આપણા કરોડો રૂપિયા રોજેરોજ પોતાના દેશમાં લઈ જવા આવે છે 
વિદેશી ચાઈનીઝ કંપનીઓ પોતાનો તકલાદી ફેકવાનો માલ આપણે માથે મારે છે પતંગ રમકડાં દોરા ભગવાનની મૂર્તિઓ ફોટાઓ ડેકોરેશનનો સામાન મોબાઈલ ટીવી ફ્રીજ ફટાકડા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં આપણને હેરાન પરેશાન કરી નાખ્યા છે આપણ લઘુઉધોગ પડી ભાંગ્યા છે બંધ થઈ ગયા છે નાના વેપાર રોજગાર મરણપથારીએ છે આપણા કારોગરોને કામ મળતું બંધ થઈ ગયું છે કારોગરો બેકાર થઈ ગયા છે આ વિદેશીઓ અને વિદેશી કંપનીઓ ભારતીયો અને ભારતને બરબાદ કરવા આવે છે 
આપણે વિદેશીઓ અને વિદેશી કંપનીઓને આપના દેશમાં વેપારની છૂટ આપી આપના પવ પર કુહાડો તો નથી મારી રહ્યા ને?કઈ ખોટું તો નથી કરી રહ્યા ને? બાપુનો સ્વદેશીનો નારો ક્યાં ગયો?
આપના બાપદાદાના વખતથી ખૂનપસીનો એક કરી જમાવેલા મહેનતથી ઉભા કરેલા વેપાર ધંધાનું શુ થશે? આપણે આપણી કલા કૌશલ્ય હુન્નરને ફરી કામે લગાડવું પડશે આપણી મર્યાદાઓ સમજવી પડશે આપણી ખામીઓ ખૂબીઓનો અભ્યાસ કરવો પડશે .આપણી ભૂલો સુધારવી પડશે આપણે ક્યાં ક્યાં તકલીફ છે? એનો ઉકેલ શુ આપણે જ વિચારવું પડશે 
યાદ રાખો આપણી પ્રગતિ આપનો વિકાસ આપણા જ હાથમાં છે બહારની કોઈ મદદથી આપનો વિકાસ ક્યારેય થવાનો નથી માટે સાવધાન 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું