ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં પોતાની કલાનો જાદુ પાથરનાર લાંબી ઇનિંગ રમનાર અરુણા ઈરાની
1961ની દિલીપકુમારની ગંગા જમનાથી લઈ 2023 સુઘી જેની લાંબી કારકિર્દી છે 60 વરસથી વધારે રંગભૂમિ ટેલિવિઝન અને બોલીવુડમાં સક્રિય છે એવા અરુણા ઈરાની 8 ભાઈ બહેનોમાં સૌથી મોટા છે અંગત જીવન સરળ સાદગી સંસ્કારી છે
અરુણા ઈરાનીએ આશરે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પહેલી હીરોઇન અરુણા ઈરાની હતા મહેમુદના કહેવાથી અરુણા ઈરાની અમીતાબ બચ્ચનની પહેલી હીરોઇન બન્યા હતા ફિલ્મ હતી બોંમ્બે ટુ ગોવા ફિલ્મ હિટ ગઈ હતી .અરુણાએ ઘણી બધી ફિલ્મોમાં મોટેભાગે સહાયક સહ કલાકાર તરીકે ભૂમિકાઓ કરી છે અરુણાના નામે કેટલીક હીટ ગુજરાતી ફિલ્મો પણ બોલે છે જેમાં મુખ્ય ભૂમિકામાં અરુણા રીતસર છવાઈ જતા હતાં અરુણા ઇરાણીની ગુજરાતી ફિલ્મો જોનાર એક આખો અલગ વર્ગ હતો ગુજરાતી ફિલ્મોમાં અરુણા એકલે હાથે 5/7 વિલનોને પછાડતી હતી તે વખતે સીનેરસિકો ખુરશી પરથી ઊભાં થઈ તાળીઓના ગડગડાટથી અરુણાને વધાવી લેતા હતાં.તે વખતે અરુણા ગુજરાતી ફિલ્મોમાં જીવન પુત્ર કિરણકુમાર સાથે ખાસ જોવા મળતી હતી અરુણાની એક ગુજરાતી ફિલ્મ વારંવાર જોનાર દર્શક વર્ગ હતો .
અરુણાને બે વખત બેસ્ટ સહાયક રોલ તરીકેના ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.1985 ની પેટ પ્યાર ઓર પાપ અને હોમ પ્રોડક્શન ભાઈ ઇન્દ્રકુમારની અનિલ અને માધુરીવાલી બેટા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના એવોર્ડ મળી ચુક્યા છે
જાન્યુઆરી 2012 માં અરુણાને ફિલ્મ ફેર લાઈફ ટાઈમ એવીચમેન્ટ ફિલ્મફેર પુરુસ્કાર પણ મળી ચૂકયી છે
અરુણાની ફિલ્મોની યાદી ખુબ લાંબી છે.ગંગા જમના બેટા ઓલાદ હમજોલી બોમ્બે ટુ ગોવા નયા જમાના બોબી કારવા ખુન પસીના સુહાગ કર્તવ્ય ગુલામે મુસ્તુફા રોટી કપડાં ઓર મકાન ચરસ લાવરીશ ઘર એક મંદિર શહેનશાહ ફૂલ ઓર કાંટે વિગેરે
અરુણા નાના મોટા તમામ રોલ નિભાવી જાણતા હતા હજુ અરુણા કહે છે સારો રોલ મળે સારી ભુમિકા મળે તો કરવી છે
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information