અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રણવ જોષીની જસદણ વિંછીયામાં ફિલ્ડ વિઝીટ

રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રણવ જોષીની જસદણ વિંછીયામાં ફિલ્ડ વિઝીટ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટ જીલ્લા કલેકટર પ્રણવ જોષી આજે જસદણ-વિંછીયાની ફિલ્‍ડ વિઝીટમાં એકાએક સવારના પહોંચી ગયા હતા. 
ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત લઇ મુખ્‍યમંત્રીએ ૧૦ કરોડની જે ગ્રાંટ વિકાસ કામો માટે ફાળવી છે 
તે કામો તાકિદે પૂર્ણ કરવા સૂચના અપાયા બાદ કલેકટરશ્રી વિંછીયા આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાતે દોડી ગયા હતા. 
જયાં ખૂટતા સાધનોનું લીસ્‍ટ માંગ્‍યું હતું: આ ઉપરાંત સૂજલામ-સૂફલામ કામોનું ચેકીંગ કરી ફાઇલો તપાસી થયેલ કામની માપણી વિગેરે તપાસ્‍યા હતા. 
કલેકટર એકાએક દોડી આવતા સંબંધીત તંત્રોને દોડધામ થઇ પડી હતી.
તસ્વીર:હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું