અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પાલીતાણામાં આગામી બુધવારના રોજ વિનામુલ્યે ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કેમ્પ જેસીઆઈ દ્વારા યોજવામાં આવશે

પાલીતાણામાં આગામી બુધવારના રોજ વિનામુલ્યે ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કેમ્પ જેસીઆઈ દ્વારા યોજવામાં આવશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પાલીતાણાની જેસીઆઇ સંસ્થા દ્વારા આગામી તા. ૨૪ મે ૨૦૨૩ ને બુધવારના રોજ સવારે નવ થી બપોરના એક વાગ્યા સુધી હોટેલ શ્રાવકની અંદર આવેલ અગ્રાવત હોસ્પીટલ ખાતે એક ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે 
જેમાં દાંતનું ચેકઅપ સારવાર અને દવાઓ એફ આર વાડીવાળા પરિવાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવશે તથા ફિઝિયોથેરાપી ચેકઅપ વિનામૂલ્યે કરી આપવામાં નિષણાંત ડોકટરો દ્વારા કરી આપવામાં આવશે 
આ કેમ્પમાં ડો. બુરહાન વાડીવાળા, ડો. સમીના વાડીવાળા, ડો. અલફિયા વાડીવાળા, ડો. ફાતેમા વાડીવાળા પોતાની સેવા આ કેમ્પમાં આપશે જે સી આઈ પાલીતાણા ચેપ્ટરના ૪૮ માં સ્થાપના દિન નિમિતે યોજાનારા આ કેમ્પમાં પાલીતાણા તથા આજુબાજુના ગામડાઓના દરેક દર્દીઓ ભાગ લઈ શકશે 
વહેલા તે પહેલા ના ધોરણે વારો આવશે કેમ્પમાં ભાગ લેવા માટે નિલેષભાઈ બારડ મો.9825769400, વિવેકભાઈ પિતળીયા મો.9428996919 પાસે નામની નોંધણી કરાવવી ફરજિયાત છે. 

એમ જેસીઆઈ પ્રમુખ શબ્બીરભાઈ વાડીવાળા, સેક્રેટરી પ્રશાંતભાઈ દેવલુકની એક યાદીમાં જણાવાયું છે.
વધુ નવું વધુ જૂનું