અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના આધિયા ગામે ગાળો દેવાની ઓડિયો ક્લિપ મોકલી યુવાન પર હુમલો

જસદણના આધિયા ગામે ગાળો દેવાની ઓડિયો ક્લિપ મોકલી યુવાન પર હુમલો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ તાલુકાના આધીયા ગામે યુવાનને ગાળો બોલવી તેની ઓડિયો ક્લિપ અન્ય શખ્સને મોકલતા આઠ શખ્સોએ યુવાનને પાઇપ અને કુહાડા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આધીયા ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કામકાજ કરતા વનરાજ વાલજીભાઈ દેગામા નામના 24 વર્ષીય યુવાન પર તેના મિત્ર મઘરવાડાના જનક, બોઘરાવદરના વનરાજ, દેવરાજ સહિત આઠ શખ્સોએ પાઇપ અને કુહાડા વડે માર મારતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસ મથકમાં જાણ કરતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વનરાજ દેગામાએ જણાવ્યું હતું કે જનક તેના ભાઈના લગ્નની કંકોત્રી દેવા આવ્યો હતો અને પોતે બંને મસ્તીમાં ગાળો બોલતા હતા જે રેકોર્ડિંગ કરી જનકે ઓડિયો ક્લિપ બોઘાવદરના વનરાજને મોકલી દીધી હતી. જેનો ખાર રાખી વનરાજ, જનક અને દેવરાજ સહિત આઠ શખ્સોએ હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
વધુ નવું વધુ જૂનું