અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાની સરકારી હોસ્પીટલની લેબોરેટરીમાં સુવિધાનો વધારો કરાવતા રાજકોટ જીલ્લા કલેક્ટર

વીંછિયાની સરકારી હોસ્પીટલની લેબોરેટરીમાં સુવિધાનો વધારો કરાવતા રાજકોટ જીલ્લા કલેક્ટર 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 વિંછીયા તાલુકાનાં નાગરિકોને હવે ઘર આંગણે જ અદ્યતન લેબોરેટરીની સુવિધા મળશે. રાજકોટનાં વિંછીયા તાલુકાનાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રૂબરૂ મુલાકાત કરી લેબોરેટરીની સુવિધાઓની ચકાસણી અને સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમિયાન બ્લડ રીપોર્ટ લેબોરેટરી માટે બાયોકેમેસ્ટ્રી ઓટો એનેલાઇઝર મશીનની જરૂરીયાત જણાતા તેઓએ તાત્કાલિક આ મશીન ઉપલબ્ધ કરાવ્યું હતું.

વિંછીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. સાગર બેલડીયાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાયોકેમેસ્ટ્રી ઓટો એનેલાઇઝર મશીન ઉપલબ્ધ થતાં હવે અત્રે “મુખ્યમંત્રી નિદાન યોજના” અન્વયે સીરમ ક્રીયેટીનીન, ટોટલ કોલેસ્ટ્રોલ, સીરમ યુરીયા, ટોટલ સીરમ બીલીરૂબીન, એસ.જી.પી.ટી. જેવા લીવર ફંકશન, કિડની ફંકશન તથા હૃદયને લગતા જુદાજુદા ૨૯ પ્રકારનાં અતિ ખર્ચાળ લેબોરેટરી ટેસ્ટ ઘરઆંગણે જ તદ્દન વિના મૂલ્યે શક્ય બનશે, કલેકટરની મદદથી વિંછિયા તાલુકાના દર્દીઓને લેબ ટેસ્ટ માટે પૈસા ખર્ચવાની જરુર નહિ પડે, સામુહીક આરોગ્ય કેન્દ્ર વિંછીયા ખાતે આસાનીથી વિના મુલ્યે લેબ ટેસ્ટનો લાભ નાગરિકોને મળશે.
વધુ નવું વધુ જૂનું