વીંછિયાના છાસીયા ગામે સ્વ જગદીશભાઈ (ભગત) જોગરાજીયાની યાદમાં વિશાળ ચણઘર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ખુલ્લું મુકશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછિયા તાલુકાનાં છાસિયા ગામે આગામી તા. ૫ મે ને શુક્રવારના રોજ એક ભવ્ય ચણઘર ખુલ્લું મુકવામાં આવશે વીંછિયા માર્કેટ યાર્ડના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયાના સુપુત્ર સદ્દગત જગદીશભાઈ (ભગત) ની યાદમાં આ ચણઘર જસદણના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આ ચણઘર શુક્રવારે સવારે ખુલ્લું મુકશે આ પ્રસંગે ધીરજલાલ નરશીભાઈ રામાણી, કિરણભાઈ શાહ, હીરાભાઈ છત્રભુજભાઈ શાહ, અભેસંગભાઈ ગોહિલ, બિપીનભાઈ કાંતિભાઈ જસાણી, દિલીપકુમાર પોપટલાલ ધોળકિયા, નવનીતરાય મનસુખલાલ સંઘવી, ચંદુલાલ દલીપચંદ શાહ, વિનુભાઈ વાલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત ઉપરાંત પ. પુ. શ્રી હરિરામબાપા મહંત શ્રી સતરંગ ધામ, પ. પુ. શ્રી કનૈયાગિરિ બાપુ ધારેશ્વર જગ્યાવાળા સહિતના સંતો મહંતો ખાસ જીવદયાના આ મહાન કાર્યમાં ઉપસ્થિત રહેશે આ અંગે જોગરાજીયા પરિવાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે
આમંત્રિતોને ખાસ નિમંત્રણ કાર્ડ આપી દેવામાં આવ્યાં છે
Tags:
News