અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં જાથાના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

જસદણમાં જાથાના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી, ગોંડલ વિભાગીય કચેરી તથા જસદણ પોલીસ સ્‍ટેશનના ઉપક્રમે ગ્રામ્‍ય આગેવાનોના સહયોગથી વિજ્ઞાન જાથાનો અંધશ્રધ્‍ધા નિવારણનો ‘ચમત્‍કારોથી ચેતો' કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જાથાનો આ ૧૦૦૨૧ મો કાર્યક્રમ હતો. 
જેનું વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ઉદ્ધાટન ગોંડલ વિભાગીય કચેરીના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાના હસ્‍તે કરાયુ હતુ. જસદણ પી.આઇ. તપત જાનીએ સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમનો હેતુ રજુ કર્યો હતો. 
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ લોકોને અંધશ્રધ્‍ધામાંથી બહાર આવવા વિષે વકતવ્‍ય આપેલ. ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભુવાનું વર્ચસ્‍વ રહેતુ હોય લોકોએ હવે જાગૃત બની અંધશ્રધ્‍ધાના ઓળા હટાવવા અપીલ કરી હતી. 
આ તકે વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ-લોહી નિકળવું, રૂપિયાનો વરસાદ, હાથ-માથા ઉપર દીવા રાખવા, નજરબંધી, બેડી તુટવી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું વગેરે પ્રયોગોનું નિદર્શન કરી સ્‍થળ પર શીખવાડી દેવાયા હતા. 
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પી.ઇન્‍સ. તપન જાનીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નટવરગીરી કલ્‍યાણગીરી, એ.એસ.આઇ. ભુરાભાઇ હીરાભાઇ, હેડ કોન્‍સ. અરૂણભાઇ રામજીભાઇ, ધનજીભાઇ કુમરખાણીયા, રમેશભાઇ બોદર, દિનેશભાઇ વિરજીભાઇ, શૈલેષભાઇ દેવભાઇ, હેડ કોન્‍સ. ભારતીબેન ધીરૂભાઇ, પો.કોન્‍સ. ગીતાબેન દેવરાજભાઇ સમગ્ર પોલીસ સ્‍ટાફે પ્રસંશનીય કામગીર કરી હતી. 
જાથાના વિનુભાઇ લોદરીયા, જે. ડી. ઢોલરીયા, સંજય સખીયા, જયસુખ રામાણી, કિશોર કાંગડીયા, ભયલુભાઇ ધાધલ, કિરીટભાઇ લોદરીયા, જયદીપભાઇ જોધાણી, યોગેશભાઇ સખીયા, અશ્વિનભાઇ તળાવીયા, રીતેશભાઇ ભાદાણી, અંકલેશ ગોહીલ, રવિ પરબતાણી, રામભાઇ આહીરે પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.
વધુ નવું વધુ જૂનું