ભાવનગરના વૃદ્ધ અબ્બાસભાઈ ટીનવાળાએ મેડલોની પેટી ભરી પોતાની યુવાની બરકરાર રાખી છે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાવનગરના દાઉદી વ્હોરા અબ્બાસભાઈ ફિદાહુશેનભાઈ ટીનવાળાને હાલ ૭૪મું વર્ષ ચાલી રહ્યું હોવા છતાં તેમણે તેમની વયના તરણ સ્પર્ધકો સાથે નાસિક શહેરની અંદર રાષ્ટ્રીય લેવલની તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભાવેણાનું ગૌરવ વધારતાં તેમને ઠેર ઠેરથી વિવિઘ માધ્યમો પર અભિનંદન સાંપડી રહ્યા છે અબ્બાસભાઈએ ૧૫ વર્ષની વયથી જ પાણીમાં તરવાનું શીખી ભુતકાળમાં અનેક હરિફાઈઓમાં અનેકવાર જીત મેળવી આજે તેમની પાસે વિવિઘ મેડલોથી પેટી છલકાઈ ગઈ છે અબ્બાસભાઈએ તરણ સ્પર્ધામાં ૨૦૧૩ થી ૨૦૧૯ સુઘી ભાવનગર જિલ્લામાં પ્રથમ રહ્યાં હતાં આ ઉપરાંત ગુજરાત લેવલે પણ બીજો ત્રીજો નંબર અને આ વખતે તો રાષ્ટ્રીય લેવલે બાજી મારી ગોલ્ડ મેડલ મેળવી ભાવનગરનું નામ રોશન કરતાં તેમને સૌરાષ્ટ્રની વિવિઘ સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો દ્વારા શુભેચ્છા સાથે શુભકામના પણ મળી હતી.
Tags:
News