WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સૌરાષ્ટ્રમાં નમૂનેદાર બનતું જસદણ માર્કેટ યાર્ડ અન્ય યાર્ડો પણ સહાય ચૂકવે

સૌરાષ્ટ્રમાં નમૂનેદાર બનતું જસદણ માર્કેટ યાર્ડ અન્ય યાર્ડો પણ સહાય ચૂકવે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ માર્કેટ યાર્ડમાં તાજેતરમાં કમોસમી વરસાદ પડેલ જેમાં કેટલાંક ખેડૂતોની જણસી પલળી જતાં ખેડૂતોને તાત્કાલિક અસરથી જસદણ યાર્ડએ પોતાનાં સ્વભંડોળ માંથી ૧૭ લાખ રૂપિયાનું ચૂકવણું કર્યું હતું આવું માનવતાવાદી પગલું સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો આવા પગલાં ભરી ખેડૂતોને આર્થિક સહાય આપે એવી માંગણી સામાજીક ખેડુત કાર્યકર પટેલ હરિભાઈ હીરપરા એ માંગણી ઊઠાવી છે એમણે જણાવ્યું હતું કે જેમ પનોતી પીછો છોડતી ન હોય એવી રીતે માવઠું ખેડૂતોનું પીછો છોડતું નથી આકરી મહેનત બાદ ખેડૂતોએ વાડી ખેતરમાંથી જણસી તૈયાર કરી યાર્ડમાં વેચવા લાવ્યાં ત્યાં જ માવઠાએ બગાડતાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થતાં ખેડૂતો પાયમાલ થઇ ગયા છે હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જો જસદણ યાર્ડ કમોસમી વરસાદનો ભોગ બનેલ ખેડૂતોને આર્થિક સહાય આંપી શકતું હોય તો રાજકોટ ગોંડલ ભાવનગર બોટાદ જેતપુર જેવા ગામોના અનેક યાર્ડો ખેડૂતોને આર્થિક સહાય કેમ ન આપી શકે? આવો અંતમાં હરિભાઈ હીરપરા એ વેધક સવાલ ઉઠાવી માવઠાંનો ભોગ બનેલાઓને યાર્ડોએ સહાય ચૂકવવા માંગણી કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો