અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના આદમજીરોડ પર છેલ્લાં છ દિવસથી સફાઈ કામ ઠપ્પ

જસદણના આદમજીરોડ પર છેલ્લાં છ દિવસથી સફાઈ કામ ઠપ્પ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના અતિ ધમધમતાં અને કિંમતી વિસ્તાર આદમજીરોડ પર નગરપાલિકાના સફાઈ કામદારોએ છેલ્લાં છ દિવસથી અચાનક સફાઈ કરવાનું કામ ઠપ્પ કરી દેતાં આ વિસ્તારના વેપારીઓમાં અને રહેવાસીઓમાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો આદમજી રોડ શેરી નંબર ૧,૨,૩,૧૫,૧૬ ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ કારણ વગર છ દિવસથી અચાનક સફાઈ અહી બંધ કરવામાં આવી છે આ વિસ્તારના રેહવાસીઓ નગરપાલિકાના વિવિધ કરવેરા ભરતા હોવા છતાં પાલિકાએ કોઈ કારણ વગર સફાઈ કામ ઠપ્પ કરી દેતાં આ વિસ્તારમાં કચરો જોવા મળી રહ્યો છે જો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં નહી આવે તો અમે આ વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું.
વધુ નવું વધુ જૂનું