અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણનું આલણસાગર તળાવ સૌની યોજના થકી ભરો: ગજેન્દ્રભાઈ રામાણી

જસદણનું આલણસાગર તળાવ સૌની યોજના થકી ભરો: ગજેન્દ્રભાઈ રામાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતું આલણ સાગર તળાવ સૌની યોજના થકી ભરવા ભાજપના પુર્વ જસદણ શહેર પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીએ માંગ ઉઠાવી છે તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં ઘણાં ગામોના તળાવ અને ડેમો ભરી દેવામાં આવ્યાં છે પણ કોઈ કારણોસર જસદણ શહેર અને તાલુકાનાં કેટલાંક ગામોની ખેતીને પાણી પૂરૂ પાડતું આલણસાગર તળાવ સૌની યોજના થકી ભરવામાં આવતું નથી તે જસદણના મતદારો માટે શરમજનક છે પ્રજા વત્સલ રાજવી શ્રી આલા ખાચર બાપુએ ઇસ્વી સન ૧૯૦૦ ની સાલમાં પ્રજાની સુખાકારી માટે આ તળાવ બંધાવેલ પણ હાલ આ તળાવની સપાટી માત્ર ૧૭ ફૂટ હોવા છતાં આ તળાવ તંત્ર દ્વારા કેમ ભરવામાં આવતું નથી? એવો વેધક સવાલ ગજેન્દ્રભાઈ એ ઉઠાવેલ હતો
તેમણે જણાવ્યું હતું કે જસદણની નજીક ગોંડલનું વેરી તળાવ સૌની યોજના થકી છ વખત છલકાયું પણ આલણ સાગર તળાવમાં એક પણ વખત પાણી નાખવામાં આવ્યું નથી હાલ તળાવ અડધા જેટલું ખાલી છે ત્યારે ચોમાસા પહેલા આ તળાવ ભરવામાં આવે તો જસદણ તથા આજુબાજુના ગામડાઓને ઘણો લાભ થઇ શકે એમ અંતમાં ગજેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું હતું.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું