આપણે વરસમાં બે ચાર વખતે તો આપણા રાજ્યમાં આપણા દેશના આપણા આસ્થાના શ્રધ્ધાના પ્રતીકરૂપ ધર્મસ્થાનોની મુલાકાત લઈએ છીએ. ખુબ સારી વાત છે. આપણા તનમન શાંત થાય છે. આપણે પરમતૃપ્તિનો અહેસાસ થાય છે. આપણને સુકુન ચેન મળે છે.
આપણે જયારે કોઈ પણ ધર્મસ્થાનકોની હજારો રૂપિયા અને ઘણા બધા માનવ કલાકો શ્રમ કરી મુલાકાત કરીએ છીએ તે વખતે આપણે જે સુખ ચેનનો અહેસાસ થાય છે. તે પાછા આપણા ઘર સુધી આવતા કેમ હવામાં ઉડી જાય છે? આપણે પહેલા હતા એવા ને એવા પાછા કેમ થઈ જઈએ છીએ?
આપણા ધાર્મિક સ્થાનોની આસપાસ જે માંગવાવાલા બેઠા હોય છે એમાં અમુક જગ્યા પર નાના બાળકો નાની બાળકીઓ હોય છે. આપણે બહુ ધ્યાન આપતાં નથી. જરા ધ્યાન જાય તો આપણે પત્ની કે માં ના કહેવાથી 10/20 રૂપિયા આપી તરત ભાગી જઈએ છે. કેમ બરાબર ને? ખોટું નહીં બોલવાનું હું પણ આમ જ કરુ છું.
આપણે એ માસુમ બાળકોની હાલત જોઈ કેમ બેચેન થઈ જતા નથી? ભણવાની ઉંમરે શાળાએ જવાને બદલે આ બાળકો કેમ અહીં ભીખ માંગી રહ્યા છે? દેશના તેજસ્વી તારલાઓ કેમ અહીં મુરજાઈ રહ્યા છે? આ માસુમ નિર્દોષ ભોળા ભગવાનનુ રૂપ ગણાતા બાળકો આ ક્યા ગુના ક્યા પાપની સજા ભોગવી રહ્યા છે?
આપણે કોઈ દિવસ એમની પાસે પાંચ દસ મિનિટ બેસવાની તકલીફ લીધી ખરી? એ અહીં કેમ ભીખ માંગવા બેઠા છે એમ કોઈ દિવસ પુછ્યું ખરું? એ ચંદ્રમાં ના ચાંદ ને કોઈ દિવસ પુછ્યું ખરું કે તારે કેટલા ભાઈ બહેન છે? માતા પિતા શું કરે છે? તુ ભણવા કેમ જતો નથી?
હમણાં એક ધાર્મિક સ્થાનની બહાર બેઠેલા આવા એક બાળકને એક સજ્જન પુછી રહ્યા હતા? તને હું ભણવાનો ખર્ચો આપું તો તુ શાળાએ જઈ ભણશે? પેલા બાળકનો જવાબ સાંભળી મને જબ્બર ઝાટકો લાગ્યો. નહીં હું કોઈ દિવસ શાળામાં ભણવા તો જઈશ જ નહીં. કારણકે ભણેલા ગણેલા લોકો હમારા જેવા લોકોને નફરત કરે છે હમને ગાળો આપે છે. હમારી સામે એક્દમ ગુસ્સાથી તાકી રહે છે.
અબ્બાસભાઈ સીરાજભાઇ કૌકાવાલા
સુરત
93769 81427